વિશ્વમાં ઘણાં દેશોમાં મંકીપોક્સે માથુ ઉંચક્યું છે. ભારતમાં પણ કેટલાક રાજ્યોમાં મંકીપોક્સના જૂજ કેસ નોંધાયા છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં મંકીપોક્સનો એક પણ કેસ નોંધાયો નથી. છતાં પણ આગોતરા આયોજનના ભાગરૂપે તૈયારીઓ સાથે આરોગ્યવિભાગ સંપૂર્ણપણે સજ્જ છે.
વિશ્વના કેટલાક દેશો દ્વારા મંકીપોક્સ રોગના લક્ષણો, સારવાર સંબંધિત એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. જેના પરથી તારણ કાઢી શકાય છે કે મંકીપોક્સ થી ગભરાવવાની જરૂર નથી પરંતુ સાવચેતી જરૂરથી રાખવી જોઇએ.
મંકીપોક્સ એક વાયરલ ઝૂનેટિક રોગ છે. જે મુખ્યત્વે મધ્ય અને પશ્ચિમ આફ્રિકાના ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલોમાં જોવા મળે છે. પ્રસંગોપાત અન્ય પ્રદેશોમાં સંક્રમણ પામે છે. મંકીપોક્સ તબીબી રીતે તાવ, ફોલ્લીઓ, લીમ્ફ નોડ પર સોજા સાથે રજૂ થાય છે. જે અન્ય તબીબી બીમારી તરફ દોરી જઇ શકે છે. મંકીપોક્સ સામાન્ય રીતે સ્વ-મર્યાદીત રોગ છે. જેના લક્ષણો 2 થી 4 અઠવાડિયા સુધી ચાલે છે. મંકીપોક્સ પ્રાણીમાંથી મનુષ્માં તેમજ મનુષ્યમાંથી મનુષ્યમાં સંક્રમિત થઇ શકે છે. વાયરસ કપાયેલી ત્વચા(જો દેખાતી ન હોય તો પણ), શ્વસન માર્ગ અથવા મ્યુક્સ મેમ્બ્રેન (આંખો, નાક અથવા મોં) દ્વારા શરીરમાં પ્રવેશ કરે છે.
પ્રાણીથી માનવમાં સંક્રમણ ડંખ અથવા ખંજવાળ દ્વારા, શરીરના પ્રવાહી દ્રવ્ય અથવા જખમ સાથે સીધો સંપર્ક અથવા જખમ સાથે પરોક્ષ સંપર્ક સંક્રમિત જગ્યા દ્વારા થઇ શકે છે. માનવીથી માનવમાં સંક્રમણ મુખ્યત્વે મોટા શ્વસન ટીપાઓ દ્વારા થાય છે તેવું માનવામાં આવે છે. જે સામાન્ય રીતે લાંબા સમય સુધી નજીકના સંપર્કમાં રહેવાથી થાય છે. તે શરીરના પ્રવાહી દ્રવ્ય અથવા જખમ સાથેના સીધા સંપર્ક દ્વારા અને જખમ સાથે પરોક્ષ રીતે સંપર્ક દ્વારા પણ પ્રસારીત થઇ શકે છે. જેમ કે ચેપગ્રસ્ત વ્યક્તિના કપડા અથવા લિનન દ્વારા. મંકીપોક્સની ક્લિનિકલ રજુઆત શીતળાની જેમ દેખાય છે. સંબંધિત ઓર્થોપોક્સ વાયરસનો ચેપ જેને 1980 માં વિશ્વભરમાં નાબૂદ જાહેર કરવામાં આવ્યો હતો.
મંકીપોક્સ શીતળા કરતા ઓછું ચેપી છે અને ઓછી ગંભીર બીમારી સર્જે છે. સંક્રમણનો સમયગાળો સામાન્ય રીતે 7 થી 14 દિવસનો હોય છે.