Tuesday, December 24, 2024
Homeરાજ્યઅલિયા ગ્રામ પંચાયતના સરપંચ વિરૂધ્ધ અવિશ્વાસની દરખાસ્ત મંજૂર

અલિયા ગ્રામ પંચાયતના સરપંચ વિરૂધ્ધ અવિશ્વાસની દરખાસ્ત મંજૂર

લાખો રૂપિયાની ગ્રાન્ટ વણવપરાયેલી પડી રહેતા સરકારમાં પરત ગઇ, ગ્રામજનોને અનેક મુશ્કેલીઓને કારણે દરખાસ્ત મંજૂર : ત્રણ વિરૂધ્ધ નવ મતેથી દરખાસ્ત મંજૂર કરાઇ

- Advertisement -

અલિયા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ તરીકે ચૂંટાયેલા તુલસીદાસ પરમાર વિરુધ્ધ ગ્રામ પંચાયતના સભ્યોએ અવિશ્ર્વાસની દરખાસ્ત મંજૂર કરતાં અલિયા ગ્રામ પંચાયતના સરપંચ તુલસીદાસ પરમારને સરપંચપદેથી દૂર કરાયા છે. સરપંચ તુલસીદાસ દ્વારા અલિયા ગામમાં વિકાસ કામો કરવાના બદલે ગામને અધોગતિની દિશામાં મોકલ્યું હોય, તેમજ વિકાસલક્ષી કામો પણ થયા ન હોય. તેના વિરુધ્ધ અવિશ્ર્વાસની દરખાસ્ત આવતાં મંજૂર કરાઇ હતી.

અલિયા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચપદના ઉમેદવારના ત્રિપાંખીયા જંગમાં તુલસીદાસ પરમાર સરપંચ તરીકે ચૂંટાયા હતાં. ગામના મતદારોએ વિકાસના વિશ્ર્વાસે તેમને મત આપ્યા હતાં. પરંતુ સરપંચ દ્વારા સર્વાંગી વિકાસને બદલે અધોગતિની દિશામાં ગામને ધકેલતાં રોષ જોવા મળ્યો હતો. કોરોનાની મહામારીમાં પણ સરપંચ દ્વારા આરોગ્ય લક્ષી કોઇપણ પ્રકારના પગલાં લીધા ન હતાં. ઉલ્ટાનું મંગળવારે ભરાતી, મંગળવારી ગુજરીબજારને પ્રોત્સાહન આપી કોરોનાના કેસો વધાર્યા હતાં. તેમજ સરકાર દ્વારા જુદા જુદા વિભાગો જેવા કે, તાલુકા-જિલ્લા પંચાયત, જિલ્લા આયોજન મંડળ, ધારાસભ્ય, સંસદસભ્ય કે વિકાસલક્ષી ગ્રાન્ટમાંથી વિકાસકામો કરવાના બદલે વિવાદો ઉભા કર્યા હતાં. જેના કારણે અલિયા ગ્રામ પંચાયતમાં લાખો રૂપિયા ગ્રાન્ટો પણ વણવપરાયેલી પડી રહી હતી. તો કેટલીક ગ્રાન્ટ મુદ્ત પુરી થતાં સરકારમાં પરત ગઇ હતી.

અલિયા ગામના રહેવાસીઓને સામાન્ય દાખલ લેવા જાય તો પણ નાગરિક ગામનો રહીસ છે કે, નહીં ? તેના આધાર પુરાવા માંગવામાં આવતાં હતાં. ગ્રામજનોને સહકાર આપવાના બદલે ધરમધક્કા ખવડાવી પરેશાન કરવામાં આવતાં હતાં. આવી અનેક મુશ્કેલીઓ ગ્રામજનોને પડી રહી હતી. જેનાથી કંટાળી અલિયા ગ્રામ પંચાયતના સભ્યોએ સરપંચ તુલસીદાસ પરમાર વિરુધ્ધ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી હતી જે ત્રણ વિરુધ્ધ 9 મતથી પસાર થઇ હતી. જેથી સરપંચપદેથી તેમને દૂર થવાનો વારો આવ્યો હતો. તેમ અલિયા ગ્રામ પંચાયતના ઉપસરપંચ મહેશભાઇ મકવાણા દ્વારા જણાવાયું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular