રાજ્યના સ્ટેટ મોનીંટરીંગ સેલના આઇજી નિર્લિપ્ત રાયને રાજકોટ રેંજ આઇજી તરીકે બદલી કરવામાં આવી છે સાથે સાથે રાજ્યના 37 આઇપીએસની બદલીના આદેશ મહાનગરપાલિકાની ચુંટણી પહેલા કરવામાં આવ્યા છે.

ગુજરાત રાજ્યમાં નજીકના દિવસોમાં મહાનગરપાલિકાની ચુંટણીઓ યોજાનાર હોય તે પૂર્વે રાજ્યના વહિવટી તંત્રમાં મોટા ફેરફારો જોવા મળી રહ્યા છે જેમાં સૌ પ્રથમ રાજ્યના પોલીસ વિભાગના 37 આઇપીએસની બદલીનો ઓર્ડર કરવામાં આવ્યો છે. જેમાં અમદાવાદ રેંજ આઇજીપી તરીકે રાઘવેન્દ્ર વત્સની બદલી કરવામાં આવી છે. ઉપરાંત ઘણી જગ્યાઓએ પોસ્ટને ડાઉન ગ્રેડ અથવા અપગ્રેડ કરવામાં આવી છે અને આ બદલીનો ઓર્ડર જાહેર હિતમાં તાત્કાલીક અસરથી લાગુ કરવામાં આવ્યા છે. જેમાં રાજ્યના સ્ટેટ મોનીટરીંગ સેલના આઇજીપી નિર્લિપ્ત રાયની એસએમસીમાંથી બદલી કરી રાજકોટ રેંજના ડેપ્યુટી ઇન્સ્પેકટર જનરલ ઓફ પોલીસ (ડીઆઇજીપી) તરીકે નિમણુંક કરવામાં આવી છે. આ રાજકોટ રેંજ આઇજી તરીકે રહેલા અશોક કુમારને બદલી ખાલી પડેલી જગ્યા પર પોસ્ટને ડાઉનગ્રેડ કરીને કરવામાં આવી છે. અશોકકુમારને ગાંધીનગર સીઆઇડી (ઇન્ટલીજન્સ) આઇજીપી તરીકે બદલી કરવામાં આવી છે. તેમજ ગગદીપ ગંભીરને સ્ટેટ મોનીટરીંગ સેલના આઇજીપી તરીકેનો વધારોનો હવાલો આપવામાં આવ્યો છે.


