Wednesday, December 25, 2024
Homeરાજ્યદ્વારકામાં બે સ્થળોએ જૂગાર દરોડામાં નવ શખ્સો ઝબ્બે

દ્વારકામાં બે સ્થળોએ જૂગાર દરોડામાં નવ શખ્સો ઝબ્બે

- Advertisement -

દ્વારકાના ટી.વી. સ્ટેશન વિસ્તારમાં સ્થાનિક પોલીસે ગત સાંજે જુગાર દરોડો પાડી, જાહેરમાં ગંજીપત્તા વડે તીનપતી નામનો જુગાર રમી રહેલા સામત વેજા ચાનપા, રીણા પેથા હસથીયા, જેઠા પેથા ચાસીયા, સાજણ વેજા લધા, વેજા બુધા લધા, અને ખેતા ડોસા ચાનપા નામના છ શખ્સોને ઝડપી લઈ, કુલ રૂા. 11,080 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
અન્ય એક જુગાર દરોડામાં દ્વારકા પોલીસે રૂપેણ બંદર વિસ્તારમાંથી ઈમરાન સલીમ ફકીર, ઈમરાન લાખા લુચાણી અને આસિફ ઈસ્માઈલ નામના ત્રણ શખ્સોને ઝડપી લઈ, રૂા. 10,530 નો મુદ્દામાલ કબજે કરી, જુગારધારાની કલમ મુજબ જરૂરી કાર્યવાહી કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular