જામજોધપુર તાલુકાના સતાપર ગામમાંથી તીનપતિનો જૂગાર રમતા નવ શખ્સોને પોલીસે રૂા.7100 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં. જામનગરના બેડીનાકેથી પોલીસે એક શખ્સને વર્લીના આંકડા લખતા ઝડપી લીધો હતો. જામનગરના રતનબાઈની મસ્જિદ પાસેથી પોલીસે વર્લીબાજને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જૂગાર દરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો જામજોધપુર તાલુકાના સતાપર ગામમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા હોવાની બાતમીના આધારે સ્થાનિક પોલીસે રેઈડ દરમિયાન ભૂપત બાવા બારડ, કનક કેશવ પરમાર, અશોક હાજા ડોડિયા, ભીમા કાના રાઠોડ, મનજી ગોરધન સંખેસરીયા, રમેશ અમરશી રાઠોડ, દેવા નાગજી સોંદરવા, રાજેશ સુકા મોઢવાડિયા અને વિજય વિરા રાઠોડ નામના નવ શખ્સોને પોલીસે રૂા.7100 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બીજો દરોડો જામનગર શહેરના બેડીના નાકે જાહેરમાં વર્લીમટકાના આંકડા લખી જૂગાર રમતા સલીમ અકબર બેલીમ નામના શખ્સને સીટી એ ડીવીઝન પોલીસે સ્ટાફે રેઈડ દરમિયાન રૂા.1000 ની કિંમતનો મોબાઇલ અને રૂા.550 ની રોકડ રકમ મળી કુલ રૂા.1550 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ પૂછપરછ હાથ ધરતાં આ વર્લીના જૂગારમાં અસલમ કાદરીની સંડોવણી ખુલ્લી હતી. જેના આધારે પોલીસે બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
ત્રીજો દરોડો, જામનગર શહેરના રતનબાઈની મસ્જિદ પાસેના ચોકમાં જાહેરમાં વર્લીમટકાના આંકડા લખી પૈસાની હારજીત કરાતા સ્થળે સીટી એ ડીવીઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન સબીર હુશેન ડાલુ નામના શખ્સની ધરપકડ કરી વર્લીના આંકડા લખેલું સાહિત્ય તથા રૂા.420 ની રોકડ સાથે ઝડપી લઇ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.