દ્વારકા તાબેના વરવાળા ગામે રહેતા ઈમરાન સલીમભાઈ ફકીર નામના 28 વર્ષના શખ્સ દ્વારા મોડી રાત્રિના સમયે પોતાના રહેણાંક મકાનમાં ઘોડીપાસા વડે જુગાર રમતા ઈમરાન ફકીર સાથે કાના નરશી વાંઝા, અલ્તાફ સિદીક થૈયમ, મકબુલ હબીબ માજોઠી અને શરીફ ઇસ્માઈલ પઠાણ નામના પાંચ શખ્સોને પોલીસે ઝડપી લઇ કુલ રૂપિયા 41,300 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
ખંભાળિયા તાલુકાના પીર લાખાસર ગામના પાટીયા પાસે આવેલી એક પાનની કેબીન પાછળ બેસીને કેટલાક શખ્સો દ્વારા જુગાર રમવામાં આવતો હોવાની બાતમી પોલીસ સ્ટાફના વિરેન્દ્રસિંહ જાડેજા તથા કાનાભાઈ લુણાને મળતા અંગે ઇન્ચાર્જ પી.આઈ. એન.એચ. જોશીના માર્ગદર્શન હેઠળ ગતસાંજે આ સ્થળે દરોડો પાડવામાં આવ્યો હતો.
આ સ્થળેથી પોલીસે તીનપત્તી નામનો જૂગાર રમી રહેલા હનીફ ઉઢાભાઈ દેથા, અસગર સિકંદર સુમરા, સદામ ઓસમાણ ગજ્જણ અને જુસબ મામદ દેથા નામના ચાર શખ્સોને ઝડપી લઇ કુલ રૂપિયા 13,850 નો મુદ્દામાલ કબ્જે કરી જુગાર ધારાની કલમ હેઠળ કાર્યવાહી કરી હતી.