Sunday, December 22, 2024
Homeરાષ્ટ્રીયપીએમની સમીક્ષા બેઠક બાદ એમપી, યુપીમાં નાઇટ કફર્યૂ

પીએમની સમીક્ષા બેઠક બાદ એમપી, યુપીમાં નાઇટ કફર્યૂ

ગુજરાત સરકાર પણ થર્ટી ફર્સ્ટની ઉજવણી પર કડક નિયંત્રણોની ફિરાકમાં : વધી શકે છે નાઇટ કફર્યૂની અવધિ

- Advertisement -

દેશમાં ઓમિક્રોનના વધતા જોખમને ધ્યાનમાં લેતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે સ્થિતિની સમીક્ષા કરવા માટે વિશેષ બેઠક બોલાવી હતી. આ અગાઉ વડાપ્રધાને ઓમિક્રોનના જોખમોના સંદર્ભમાં 28મી નવેમ્બરે પણ વિશેષ બેઠકમાં સ્થિતિની સમીક્ષા કરી હતી. આ સાથે કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને અનેક દિશા-નિર્દેશો અને સૂચનો કર્યા હતા. રાજ્યોને ક્રિસમસ અને નવા વર્ષની ઊજવણીના સમયે મોટી સંખ્યામાં લોકોને એકત્ર થતા રોકવા સ્થાનિક સ્તરે પ્રતિબંધો લગાવવા જણાવાયું છે. બેઠકમાં પ્રધાનમંત્રીના સૂચનો બાદ ભાજપ શાસિત મધ્યપ્રદેશ અને ત્યારબાદ ઉત્તરપ્રદેશ સરકારે રાજ્યમાં ફરીથી નાઇટ કર્ફયૂ લાદ્યો છે. તેમજ કોવિડ નિયંત્રણો પણ શખ્ત બનાવ્યા છે. બીજીતરફ ગુજરાત સરકાર પણ રાજ્યમાં થર્ટી ફર્સ્ટની ઉજવણી પર કડક નિયંત્રણો લાદવા વિચારી રહી છે. તેમજ નાઇટ કફર્યૂની અવધિ પણ વધી શકે છે.

- Advertisement -

ઓમિક્રોનના નવા કેસો રોકવા માટે કેન્દ્ર સરકારે રાજ્યોને ખાસ કરીને આગામી વર્ષે ચૂંટણી યોજાવાની છે તે રાજ્યોને રસીકરણ વધારવા નિર્દેશ આપ્યા હતા. ઉપરાંત નાઈટ કરફ્યૂ તથા મોટી સભાઓ, મેળાવડાઓના આયોજન સમયે આકરા નિયમો લાદવા સલાહ આપી હતી. કેન્દ્રે રાજ્યોને જિલ્લાઓમાં પોઝિટિવ કેસ, ડબલિંગ રેડ અને ક્લસ્ટર પર નજર રાખવા જણાવ્યું હતું.

વધુમાં કેન્દ્ર સરકારે કહ્યું કે રાજ્યોએ કોરોના અને ઓમિક્રોનના વધુ કેસ મળે ત્યાં ક્ધટેનમેન્ટ ઝોન અને બફર ઝોન જાહેર કરવા જોઈએ. રાજ્યોએ બધા જ લોકોને કોરોના વિરોધી રસીનો એક ડોઝ મળે તે સુનિશ્ચિત કરવું જોઈએ અને બીજો ડોઝ લેવા પાત્ર લોકોના ઝડપી રસીકરણ પર પણ ધ્યાન આપવું જોઈએ. રાજ્યોને કોરોના સંબંધિત દવાઓનો પર્યાપ્ત સ્ટોક કરવા, હોસ્પિટલોમાં બેડ વધારવા, ઓક્સિજન સંયંત્રો અને વેન્ટિલેટર્સ તૈયાર રાખવા જણાવ્યું હતું.

- Advertisement -

દરમિયાન ઓમિક્રોનના ભયને પગલે મધ્ય પ્રદેશમાં શિવરાજ સરકારે આખા રાજ્યમાં નાઈટ કરફ્યૂ લાદ્યો હતો. મધ્ય પ્રદેશમાં રાત્રે 11થી સવારે 5 વાગ્યા સુધી કરફ્યૂ રહેશે. મુખ્યમંત્રી શિવરાજ ચૌહાણે જણાવ્યું કે જરૂર પડશે તો વધુ આકરા નિયમો લાગુ કરવામાં આવશે. બીજીબાજુ દિલ્હીમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે લોકોએ ગભરાઈને હોસ્પિટલ તરફ ભાગવાની જરૂર નથી. સરકાર સંક્રમિતોને ઘર સુધી દવા પહોંચાડવાની વ્યવસ્થા કરશે. દરમિયાન દેશમાં કોરોનાના નવા 7,495 કેસ સામે આવ્યા હતા અને વધુ 434નાં મોત નીપજ્યાં હતા. આ સાથે કોરોનાના કુલ કેસ 3,47,65,976 થયા હતા અને મૃત્યુઆંક 4,78,759 થયો હતો. એક્ટિવ કેસ વધીને 78,291 થયો હતો. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 3,42,08,926 દર્દી સાજા થયા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular