Friday, November 22, 2024
Homeરાજ્યગુજરાત31જુલાઈ સુધી જામનગર સહીત 8 મહાનગરોમાં રાત્રી કર્ફ્યું, કેસ ઘટતા આ છુટછાટ...

31જુલાઈ સુધી જામનગર સહીત 8 મહાનગરોમાં રાત્રી કર્ફ્યું, કેસ ઘટતા આ છુટછાટ અપાઈ

- Advertisement -

મુખ્યમંત્રી વિજય રુપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી કોરકમિટીની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે.  જેમાં જામનગર સહીત રાજ્યના 8 મહાનગરોમાં રાત્રી કર્ફ્યુંની મુદ્દતમાં 31જુલાઈ સુધીનો વધારો કરવામાં આવ્યો છે. 20મી જુલાઈથી વોટર પાર્ક અને સ્વિમિંગ પૂલ 60 ટકા કેપિસીટી સાથે શરુ કરી શકાશે.

- Advertisement -

ગુજરાતમાં કોરોનાના કેસો ઘટતા અમુક નિયમો હળવા કરવામાં આવ્યા છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર, જામનગર, ગાંધીનગર અને જુનાગઢમાં હાલ રાત્રિ કરફયુ રાત્રે 10 થી સવારે 6 સુધી અમલમાં છે તે હવે 31મી જુલાઈ સુધી વધારવામો આવ્યો છે. આ રાત્રિ કરફયુની મુદત તા.20 જુલાઇ મંગળવારે સવારે 6 વાગ્યે પૂર્ણ થાય છે તેને હવે 31 જુલાઇ સુધી લંબાવવામાં આવી છે.

રાજ્યમાં વોટર પાર્કસ અને સ્વિમીંગ પૂલ તેની ક્ષમતાના 60 ટકા સાથે અને કોરોના ગાઇડલાઇનના નિયમોના પાલન સાથે શરુ કરી શકાશે.  પબ્લિક અને પ્રાયવેટ ટ્રાન્સપોર્ટમાં નોન એ.સી બસ સેવાઓ 100ટકા કેપેસિટી સાથે શરુ કરી શકાશે. એ.સી સેવાઓ તેની ક્ષમતાના 75 ટકા પેસેન્જરો સાથે શરુ કરી શકાશે. તમામ ડ્રાઇવર અને કંડકટરે વેક્સિનનો પ્રથમ ડોઝ લેવો જરુરી રહેશે. તમામ વેપારીઓ તેમજ કર્મચારીઓએ 31જુલાઈ સુધીમાં વેક્સીનનો પ્રથમ ડોઝ લેવો ફરજીયાત રહેશે. અન્યથા વોટરપાર્ક, સ્વીમીંગ પુલ કે અન્ય વ્યવસાયો ચાલુ કરી શકાશે નહી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular