Sunday, December 22, 2024
Homeબિઝનેસનિફ્ટી ફ્યુચર રેન્જ ૧૫૬૦૬ થી ૧૬૦૦૬ પોઈન્ટ ધ્યાને લેવી...!!!

નિફ્ટી ફ્યુચર રેન્જ ૧૫૬૦૬ થી ૧૬૦૦૬ પોઈન્ટ ધ્યાને લેવી…!!!

- Advertisement -

રોકાણકાર મિત્રો, આનંદ ને…!!!

- Advertisement -

ગત સપ્તાહે કોરોના સંક્રમણની બીજી ઘાતક લહેર અંતે ધીમી પડીને દેશ ફરી લોકડાઉનથી અનલોક તરફ વળતાં અને ત્રીજી લહેર પૂર્વે દેશમાં વેક્સિનેશન પ્રોગ્રામને ઝડપી બનાવવા વિદેશોની વેક્સિનને ઝડપી પરવાનગી સાથે કેન્દ્ર સરકાર દ્વારા લેવાઈ રહેલા પગલાંની સાથે સાથે આર્થિક મોરચે પણ દેશને પુન:વિકાસની પટરી પર લાવવા સરકાર અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા લેવાઈ રહેલા નવા સ્ટીમ્યુલસ પગલાંની પોઝિટીવ અસરે ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો દ્વારા શેરોમાં મોટાપાયે ખરીદી કરીને બીએસઇ સેન્સેક્સે ૫૨,૫૧૬ પોઈન્ટની સપાટી કુદાવી ૫૨,૬૨૬ પોઈન્ટની અને નિફ્ટી ફ્યુચરે ૧૫૮૫૫ પોઈન્ટની નવી ઐતિહાસિક ઊંચાઈ નોંધાવી હતી.

મિત્રો, આપણે મહામારીમાંથી બહાર આવી રહ્યાં છે ત્યારે વિશ્વભરમાં આર્થિક પ્રવૃત્તિઓ પણ સામાન્ય સ્થિતિ તરફ પરત ફરી રહી છે. હાલના સમયમાં બજારમાં પર્યાપ્ત તરલતાની સ્થિતિનું સર્જન થયું છે અને વધારાની તરલતાનો પ્રવાહ શેરબજાર તરફ વળતાં સ્થાનિક બજારમાં જબરદસ્ત તેજી જોવા મળી રહી છે જોકે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ભારતીય શેરબજારોમાં વર્તમાન તોફાની તેજી મામલે શંકા બતાવીને રોકાણકારોને સાવચેત દીધા છે, જેથી આગામી દિવસોમાં આ સાવચેતીને ધ્યાનમાં લઈને ઉછાળે નફો બુક કરવું સલાહભર્યું રહેશે.

- Advertisement -

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો….

સ્થાનિક સ્તરે કોરોનાની બીજી લહેરને કારણે દેશની બેન્કો ઉપર નવેસરથી પડકારો ઊભા થયા છે. ફિચ રેટિંગ્સ દ્વારા જણાવાયું હતું કે બે સરકારી બેન્કોના વર્તમાન નાણાં વર્ષમાં ખાનગીકરણ કરવાની યોજના ઢીલમાં પડી શકે છે. વર્તમાન નાણાં વર્ષના બજેટની રજુઆત કરતી વેળા સરકારે જાહેર ક્ષેત્રની બે બેન્કો તથા એક સામાન્ય વીમા કંપનીના ખાનગીકરણની યોજના જાહેર કરી હતી.બેન્કોમાં હિસ્સાનું વેચાણ ત્યારે જ સફળ રહેશે જ્યારે રોકાણકાર અથવા રોકાણકારો તરફથી તેમાં પૂરતો રસ બતાડવામાં આવશે. બેન્કોની નબળી કામગીરી તથા એસેટ કવોલિટીના મુદ્દાને લઈને રોકાણકારો આગળ આવતા ખચકાઈ રહ્યા છે. કોરોનાએ બિઝનેસ તથા કન્ઝયૂમર કોન્ફીડેન્સ નબળો પાડયો છે. જેને કારણે સરકારે લોન્સમાં રિપેમેન્ટસમાં રાહત સહિતના પગલાં જાહેર કરવાની ફરજ પડી છે. 

- Advertisement -

ભારતીય કંપનીઓ હાલમાં ઊંચા ખર્ચ સાથેના દેવાબોજને હળવો કરવાનો વ્યૂહ ધરાવતી હોવાનું ધ્યાનમાં રાખતા વર્તમાન નાણાં વર્ષમાં બેન્કિંગ ક્ષેત્રમાં ધિરાણ વૃદ્ધિ મંદ રહેવા ધારણાં મુકાઈ રહી છે. વિવિધ સરકારી સ્કીમ્સના ટેકા તથા સસ્તા દરે ધિરાણ મેળવવાના અન્ય માર્ગોને કારણે બેન્ક ધિરાણ વૃદ્ધિ ૬% આસપાસ જોવા મળી રહી છે. દેશનું અર્થતંત્ર કોરોનાની અસરમાંથી હજુ ધીમી ગતિએ રિકવર થઈ રહ્યું હોય કંપનીઓ હાલના તબક્કે નવા ઈન્વેસ્ટમેન્ટ કરવાથી દૂર રહે  છે. અત્રે ઉલ્લેખનિય છે કે ૨૦૨૦ના ફેબ્રુઆરી માસથી અત્યારસુધીમાં રિઝર્વ બેન્કે રેપો રેટમાં અંદાજીત ૧૧૫ બેઝિસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે, આમ છતાં ગયા નાણાં વર્ષમાં ધિરાણ વૃદ્ધિ ઐતિહાસિક નીચી સપાટીએ રહી હતી.

કોરોના વાઈરસે દેશના અર્થતંત્ર પર ગયા વર્ષે ગંભીર અસર કર્યા બાદ વર્તમાન નાણાં વર્ષમાં પણ તેણે આર્થિક વિકાસ દરને હાલમાં મંદ પાડી દીધો છે. ગયા વર્ષે ઘટયા બાદ વર્તમાન નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨માં આર્થિક વિકાસ દર નોંધપાત્ર ઊંચો રહેશે તેવી અપેક્ષા રખાતી હતી પરંતુ કોરોનાની બીજી લહેરને કારણે આ અપેક્ષા પર અનિશ્ચિતતાના વાદળો ઘેરાયેલા છે. મોટાભાગના રાજ્યોએ નિયમનકારી પગલાં લીધા છે, આમ છતાં ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે પ્રતિકૂળ અસર ઓછી હશે.

મિત્રો, કેલેન્ડર વર્ષ ૨૦૨૧માં સ્થાનિક તેમજ વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા….

સ્થાનિક સંસ્થાઓના રોકાણ સંદર્ભે જોઈએ તો જાન્યુઆરી ૨૦૨૧માં અંદાજીત રૂ.૧૧,૯૭૦.૫૪ કરોડની વેચવાલી, ફેબ્રુઆરી ૨૦૨૧માં અંદાજીત રૂ.૧૬,૩૫૮.૧૦ કરોડની વેચવાલી, માર્ચ ૨૦૨૧માં અંદાજીત રૂ.૫૨૦૪.૪૨ કરોડની ખરીદી, એપ્રિલ ૨૦૨૧માં અંદાજીત રૂ.૧૧,૩૫૯.૮૮ કરોડની ખરીદી, મે ૨૦૨૧માં અંદાજીત રૂ.૨૦૬૭.૨૩ કરોડની ખરીદી તેમજ ૧૦ જૂન ૨૦૨૧ સુધીમાં અંદાજીત રૂ.૨૪૭૧.૬૩ કરોડની વેચવાલી કરવામાં આવી હતી, જયારે વિદેશી સંસ્થાઓના રોકાણ સંદર્ભે જોઈએ તો જાન્યુઆરી ૨૦૨૧માં અંદાજીત રૂ.૮,૯૮૦.૮૧ કરોડની ખરીદી, ફેબ્રુઆરી ૨૦૨૧માં અંદાજીત રૂ.૪૨,૦૪૪.૪૬ કરોડની ખરીદી, માર્ચ ૨૦૨૧માં અંદાજીત રૂ.૧૨૪૫.૨૨ કરોડની ખરીદી, એપ્રિલ ૨૦૨૧માં અંદાજીત રૂ.૧૨,૦૩૯.૪૩ કરોડની વેચવાલી, મે ૨૦૨૧માં અંદાજીત રૂ.૬૦૧૫.૩૪ કરોડની વેચવાલી તેમજ ૧૦ જૂન ૨૦૨૧ સુધીમાં અંદાજીત રૂ.૪૭૬૯.૩૯ કરોડની ખરીદી કરવામાં આવી હતી.

બજારની ભાવી દિશા…. મિત્રો, છેલ્લાં એક વર્ષથી વધુ સમયથી ભારત અને સમગ્ર વિશ્વ કોરોના મહામારીની ગંભીર અસરોમાંથી પસાર થઇ રહ્યું છે જેની અર્થવ્યવસ્થા ઉપર ખૂબ જ માઠી અસરો વર્તાઈ છે. મહામારીને અંકુશમાં લેવા માટે સરકારો દ્વારા લોકડાઉન સહિતના આકરા પગલાની જાહેરાતને પગલે લગભગ તમામ ઉદ્યોગોને જબરદસ્ત ફટકો પડયો હતો જે પછી ઔદ્યોગિક કામગીરીને પુનઃ ટ્રેક ઉપર લાવવા અને આર્થિક વૃદ્ધિને વેગ આપવા માટે સરકાર અને મધ્યસ્થ બેંક દ્વારા રાહત પેકેજની જાહેરાત કરાઈ હતી અને હવે તેની સકારાત્મક અસરો પણ જોવા મળી રહી છે.

ચોમાસું દેશના અન્ય ભાગોમાં આગળ વધવાના અને મેટ્રોલોજિકલ ડિપાર્ટમેન્ટના અહેવાલ સાથે ચાલુ વર્ષે ચોમાસું સફળ રહેવાના અંદાજોએ આગામી સપ્તાહમાં ચોમાસાની પ્રગતિ પર નજર સાથે આગામી દિવસોમાં વૈશ્વિક બનાવો અને અમેરિકન બજારના સંકેતો તેમજ વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો અને સ્થાનિક રોકાણકારો દ્વારા કરનારા રોકાણ ઉપરાંત અમેરિકન ડોલર સામે રૂપિયાની સ્થિતિ તથા ક્રૂડ ઓઈલના ભાવો પર ભારતીય શેરબજારની નજર રહેશે. મારી અંગત સલાહ મુજબ તબક્કાવાર નફો બુક કરે એ શાણો રોકાણકાર…કેમ ખરું ને..!!!

નિફ્ટી ફ્યુચર બંધ :- ( ૧૫૮૨૧ ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૫૬૦૬ પોઇન્ટના પ્રથમ અને ૧૫૪૭૪ પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે ૧૫૮૮૮ પોઇન્ટથી ૧૫૯૭૦ પોઇન્ટ,૧૬૦૦૬ પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૧૬૦૦૬ પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!

બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( ૩૫૧૬૪ ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૪૪૦૪ પોઇન્ટના પ્રથમ અને ૩૩૮૦૮ પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસ ટ્રેડિંગ સંદર્ભે ૩૫૪૭૪ પોઇન્ટથી ૩૫૬૦૬ પોઇન્ટ, ૩૫૮૮૮ પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૫૮૮૮  પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!

હવે જોઇએ અંગત અભિપ્રાયરૂપી સાપ્તાહિક સ્ટોક……

) વીએ ટેક વેબેગ ( ૩૧૭ ) :- યુટીલીટી:નોન-ઇલેક્ટ્રિક ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૩૦૩ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૨૮૮ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૩૩૩ થી રૂ.૩૪૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે....!! રૂ.૩૫૩ ઉપર તેજી તરફી ધ્યાન...!!!

) મંગલમ સિમેન્ટ ( ૩૧૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૨૯૩ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ..!!! રૂ.૨૮૦ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૩૨૭ થી રૂ.૩૪૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!

) ઓરિયન્ટ ઇલેક્ટ્રિક ( ૩૦૩ ) :- રૂ.૨૮૮ નો પ્રથમ તેમજ રૂ.૨૭૨ ના બીજા સપોર્ટથી સાપ્તાહિક ટ્રેડીંગલક્ષી આ સ્ટોક રૂ.૩૧૭ થી રૂ.૩૩૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે ….!!!

) એનઆઈઆઈટી લિમિટેડ ( ૨૭૦ ) :- ટેકનોલોજી સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૨૮૩ થી રૂ.૨૯૨ ના ભાવની સંભાવના ધરાવે છે.!! રૂ.૨૪૪ નો સ્ટોપલોસ ધ્યાને લેવો……..!!

) વી-ગાર્ડ ઇન્ડસ્ટ્રીઝ ( ૨૬૦ ) :- રૂ.૨૪૪ નો પ્રથમ તેમજ રૂ.૨૩૦ ના સ્ટોગ સપોર્ટથી ઇલેક્ટ્રિક એક્વિપમેન્ટ પ્રોડક્ટ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક ટૂંકાગાળે રૂ.૨૭૭ થી રૂ.૨૮૨ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા….!!!

) એપટેક લિમિટેડ ( ૨૪૪ ) :- સ્થાનિક ફંડોની લેવાલીની શક્યતાએ આ સ્ટોકમાં રૂ.૨૩૦ આસપાસના સપોર્ટથી ડિલેવરીબેઇઝ રોકાણ રૂ.૨૬૨ થી રૂ.૨૭૦ ના ભાવની સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!

) પાવર ગ્રીડ ( ૨૪૫ ) :- આ સ્ક્રીપમાં નજીકનો પ્રથમ રૂ.૨૩૩ ના સ્ટ્રોંગ સ્ટોપલોસે સાપ્તાહિક અંદાજીત રૂ.૨૬૨ થી રૂ.૨૭૦ ના સંભવિત ભાવની શક્યતા છે…!!

) હિન્દુસ્તાન કોપર ( ૧૬૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ કોપર સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૪૭ આસપાસ રોકાણકારે રૂ.૧૭૩ થી રૂ.૧૮૦ ના ટાર્ગેટ ભાવની શક્યતાએ તબક્કાવાર રોકાણ કરવું. ટૂંકાગાળે રૂ.૧૪૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો...!!

ટ્રેડીંગ સંદર્ભે ફ્યુચર સ્ટોક ધ્યાને લઈએ તો ……

) કોટક બેન્ક ( ૧૭૯૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ આ ફ્યુચર સ્ટોક રૂ.૧૭૬૦ ના સપોર્ટથી ખરીદવાલાયક..!! બેન્ક સેક્ટરનો આ સ્ટોક ટૂંકાગાળે રૂ.૧૮૧૮ થી રૂ.૧૮૩૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે….!!

) ઇન્ફોસિસ લિમિટેડ ( ૧૪૪૯ ) :- આ સ્ટોક રૂ.૧૪૧૭ નો પ્રથમ તેમજ રૂ.૧૪૦૪ ના બીજો અતિ મહત્વનો સપોર્ટ ધરાવે છે. ફયુચર ટ્રેડીંગ સંદર્ભે ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૧૪૭૭ થી રૂ.૧૪૯૦ સુધી ની તેજી તરફ રુખ  નોંધાવશે..!!

) મહિન્દ્રા & મહિન્દ્રા ( ૮૧૨ ) :- ૭૦૦ શેર નું ફયુચર ધરાવતો આ સ્ટોક રૂ.૭૮૭ નો પ્રથમ તેમજ રૂ.૭૭૭ ના સ્ટ્રોંગ સપોર્ટ થી ખરીદવાલાયક…!! કાર & યુટિલિટી વિહિકલ સેક્ટરનો આ સ્ટોક સાપ્તાહિક ટ્રેડીંગલક્ષી રૂ.૮૩૩ થી રૂ.૮૪૦ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા છે….!!

) ઈન્ડીગો ( ૧૮૦૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૮૪૪ આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂ.૧૮૬૦ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.૧૭૮૭ થી રૂ.૧૭૬૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૮૭૭ ઉપર પોઝીટીવ બ્રેકઆઉટ…!!

) ગોદરેજ પ્રોપર્ટીઝ ( ૧૪૨૭ ) :- રૂ.૧૪૫૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૪૬૪ ના સ્ટોપલોસે વેચવાલાયક….!! ટૂંકાગાળે રૂ.૧૪૦૮ થી રૂ.૧૩૯૭ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!! રૂ.૧૪૭૦ ઉપર તેજી તરફી ધ્યાન… !!

) ટેક મહિન્દ્ર ( ૧૦૭૭ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૧૦૩ આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂ.૧૧૧૭ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.૧૦૫૫ થી રૂ.૧૦૩૭ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૧૩૦ ઉપર પોઝીટીવ બ્રેકઆઉટ…!!

રોકાણ સંદર્ભે સ્મોલ સેવિંગ્ઝ સ્ટોક ધ્યાને લઈએ તો ……

) બોમ્બે ડાઈંગ ( ૯૧ ) :- ટેક્ષટાઈલ સેક્ટરનો આ સ્ટોક ડિલેવરીબેઇઝ રૂ.૯૬ થી રૂ.૧૦૩ ના ભાવની સંભાવના ધરાવે છે…!!રૂ.૮૨ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!

) ઓમેક્સ લિમિટેડ ( ૮૪ ) :- ડિલેવરીબેઇઝ રોકાણકારે રિયલ્ટી સેક્ટરનાં આ સ્ટોકને રૂ.૭૭ ના અતિ મહત્વના સપોર્ટથી ખરીદવાલાયક…!! સાપ્તાહિક ટ્રેડિંગ સંદર્ભે રૂ.૯૨ થી રૂ.૧૦૩ સુધીની તેજી તરફી રૂખ નોંધાવશે…!!!

) જીએફેલ લિમિટેડ ( ૭૬ ) :- ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૭૦ નો પ્રથમ તેમજ રૂ.૬૨ ના સ્ટ્રોંગ સપોર્ટ થી ખરીદવાલાયક…!! ઇન્ડસ્ટ્રીયલ ગેસ સેકટરનો આ સ્ટોક ટુંકાગાળે રૂ.૮૪ થી રૂ.૯૦ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શકયતા…!!

) વક્રાંગી લિમિટેડ ( ૫૧ ) :- રૂ.૪૪ આસપાસ રોકાણલક્ષી આ સ્ટોક મધ્યગાળે રૂ.૫૬ થી રૂ.૬૨ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!!રૂ.૬૨ ઉપર તેજી તરફી ધ્યાન…..!!

શેરબજાર જોખમી તબક્કામાં…!! સ્ટોક સ્પેસિફિક મુવમેન્ટ નોંધાશે…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular