Monday, December 23, 2024
Homeબિઝનેસનિફ્ટી ફ્યુચર રેન્જ 15606 થી 15808 પોઈન્ટ ધ્યાને લેવી...!!!

નિફ્ટી ફ્યુચર રેન્જ 15606 થી 15808 પોઈન્ટ ધ્યાને લેવી…!!!

- Advertisement -

રોકાણકાર મિત્રો, આનંદ ને…!!!

- Advertisement -

કોરોના મહામારીની પ્રતિકૂળતાઓ વચ્ચે પણ ગત સપ્તાહે ભારતીય શેરબજારમાં નવો ઈતિહાસ રચાયો હતો. બજારમાં તેજીનો નવો તબક્કો નોંધાવાની સાથે ભારતીય શેરબજારે ચાલુ વર્ષે વૈશ્વિક સ્તરે શ્રેષ્ઠ દેખાવ દર્શાવ્યો છે. અનેક રેટિંગ એજન્સીઓ દ્વારા ભારતના આર્થિક વિકાસના લક્ષ્યાંકમાં ઘટાડો કરાયો છે. પરંતુ અનલોકની પ્રક્રિયા તેમજ સરકારી રાહતોના કારણે અર્થતંત્રમાં ઝડપી વૃધ્ધિનો આશાવાદ અને વેક્સિનેશન મુદ્દે ઉહાપોહ બાદ સરકાર દ્વારા વર્ષાન્ત સુધીમાં તમામને રસી આપવાની કરાયેલી જાહેરાતથી બજારનું મોરલ સુધર્યું હતું. આ ઉપરાંત વિવિધ સરકારી તેમજ મધ્યસ્થ બેંકના પગલા તેમજ રિઝર્વ બેંક દ્વારા નીચા વ્યાજ દર જાળવી રાખવાની તેમજ તરલતાની સ્થિતિ જળવાઈ રહેવાના પગલાની જાહેરાતની બજાર પર સાનુકૂળ અસર થતા તેજીની વિક્રમી ચાલ જોવા મળી હતી. 

દેશમાં કોરોનાના એક્ટિવ કેસમાં ઘટાડો થતા વિવિધ રાજ્યો દ્વારા અનલોકની હાથ ધરાયેલી પ્રક્રિયાના પગલે આર્થિક ગતિવિધીઓ પુન: ધમધમતી થતા અર્થતંત્રમાં પણ સુધારો નોંધાવા સાથે નવી માંગ નીકળવાનો પ્રબળ અને નાણાંકીય તરલતાના પગલે રીટેલ સહિત તમામ સ્તરના રોકાણકારો બજારમાં સક્રિય બનતા પોઝીટીવ માહોલ પાછળ નીકળેલી નવી લેવાલીએ સેન્સેક્સે ૫૨૮૭૯ પોઈન્ટની તેમજ નિફ્ટી ફ્યુચરે ૧૫૯૦૯ પોઈન્ટની નવી ઓલટાઈમ હાઈ સપાટીની રચના કરી હતી. જો કે, સપ્તાહના અંતે ઉછાળે નફારૂપી વેચવાલી નોંધાતા ઉંચી સપાટીથી પાછા ફર્યા હતા.

- Advertisement -

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો….

વૈશ્વિક સ્તરે વેક્સિનેશનમાં પ્રગતિને કારણે અમેરિકામાં કોરોનાનો ફેલાવો ઘટી ગયો છે. કોરોના પર કાબુ તથા મજબૂત નીતિવિષયક ટેકાને કારણે આર્થિક પ્રવૃત્તિના નિર્દેશાંકો અને રોજગારમાં મજબૂતાઈ જોવા મળી રહી છે. ગત સપ્તાહે અમેરિકાની ફેડરલ રિઝર્વની ફેડરલ ઓપન માર્કેટ કમિટિએ અપેક્ષા પ્રમાણે વ્યાજ દર જાળવી રાખ્યા હતા, પરંતુ રેપો રેટમાં સમય પહેલા વધારો કરવાના સંકેત પણ આપ્યા હતા. જો કે બોન્ડ બાઈંગ કાર્યક્રમ પર ક્યારે કાપ મુકાશે તે એંગે કોઈ સંકેત આપ્યા નહોતા. વર્તમાન વર્ષમાં ફુગાવો વધવાની કમિટિ અપેક્ષા રાખી રહી છે. હાલમાં અમેરિકોમાં ટૂંકા ગાળાનો બોરોઈંગ દર શૂન્યની નજીક છે. જો કે તેમાં વર્ષ ૨૦૨૩માં બે વખત વધારો થવાની શકયતા જોવાઈ રહી છે. રિટેલ ભાવ હાલમાં વધીને ૧૩ વર્ષની ઊંચી સપાટીએ પહોંચી જતા ફુગાવો ૧% વધીને ૩.૪૦% પર પહોંચવા ધારણાં રાખવામાં આવી રહી છે.   

- Advertisement -

સ્થાનિક સ્તરે પણ વિવિધ સાનુકૂળ પરિબળો પાછળ શેરબજારનું મોરલ સુધરતા ફરી એકવાર પ્રાઇમરી માર્કેટ ધમધમતું થયું છે. આગામી સમયમાં કોમર્શિયલ બેન્કિંગ, નોન-બેંક માઇક્રોફાઇનાન્સ, હાઉસિંગ ફાઇનાન્સ તેમજ પેમેન્ટ બેંક કંપનીઓના અંદાજીત રૂ.૫૫,૦૦૦ કરોડના આઇપીઓથી પ્રાઈમરી બજાર ધમધમશે. આ ક્ષેત્રની કંપનીઓ દ્વારા સેબી સમક્ષ ડ્રાફટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ ફાઈલ કરવામાં આવ્યા છે.

પેટીએમ કંપની આઇપીઓ થકી રૂ.૨૨૦૦૦ કરોડ ઉભા કરવા માંગે છે. જે અત્યાર સુધીનો સૌથી મોટો આઇપીઓ હશે. અગાઉ ૨૦૧૦માં કોલ ઇન્ડિયાએ રૂા.૧૫૦૦૦ કરોડ ઉભા કર્યા હતા. જે સૌથી મોટો આઇપીઓ હતો. જે કંપનીઓએ સેબી સમક્ષ પ્રોસ્પેક્ટસ ફાઈલ કર્યા છે તેમાં પેટીએમ, આધાર હાઉસિંગ, પોલિસી બજાર, એપ્ટસ હાઊ.ફાઈ., સ્ટાર હેલ્થ, બિરલા સનલાઇફ, આરોહન ફાઈ., ફયુઝન માઇક્રોફાઇનાન્સ, ફિનકેર સ્મોલ ફાઈ. બેંક, તામિલનાડુ મર્કેન્ટાઇલ બેંક, મેઈડ અસિસ્ટ અને જનસ્મોલ ફાઈનાન્સ બેંકનો સમાવેશ થાય છે.

બજારની ભાવી દિશા…. મિત્રો, કોરોના મહામારીના કારણે ઉદ્ધભવેલ પ્રતિકૂળતાના કારણે ભારતીય અર્થતંત્રની વૃધ્ધિ ખોરવાઈ જવા પામી છે. તાજેતરમાં જ જાહેર થયેલા જીડીપીના આંકડામાં ગત નાણાકીય વર્ષમાં જીડીપીમાં ૭.૩%નો ઘટાડો થયો છે. જીડીપી ઉપરાંત અર્થતંત્રને સ્પર્શતા અન્ય મહત્ત્વના ઇન્ડેક્સ પણ નેગેટીવ બની રહ્યા છે. આમ અઢળક પ્રતિકૂળતાઓ વચ્ચે પણ ભારતીય શેરબજારમાં છેલ્લા એક વર્ષમાં અકલ્પનીય તેજી જોવા મળી છે. ગત માર્ચ માસમાં તળિયે પટકાયેલા ભારતીય શેરબજાર ઝડપથી બાઉન્સ બેક થઇને નવી ઐતિહાસિક સપાટી હાંસલ કરી છે. પ્રતિકૂળ માહોલ વચ્ચે પણ શેરબજારમાં ઉદ્ધભવેલ તોફાની તેજીની રિઝર્વ બેંકે પણ નોંધ લીધી છે. અને આ તેજીને બબલ ગણાવી તેજીનો આ પરપોટો ગમે ત્યારે ફૂટી જશે તેમ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે.

ચાલુ વર્ષે ભારતીય અર્થતંત્ર અને ભારતીય ઇક્વિટી માર્કેટ બંને ઐતિહાસિક આંકડાને એટલે કે ૩ ટ્રિલિયનને સ્પર્શવામાં સફળ થયા છે. મોદી સરકારે વર્ષ ૨૦૨૪ સુધીમાં ભારતીય અર્થવ્યવસ્થાને ૫ ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે. તેને જોતાં આગામી દિવસોમાં યુ.એસ.માં વધતા ફુગવાના કારણે બોન્ડ યીલ્ડમાં વધારો થતા વેચવાલીનું દબાણ અને બીજું કારણ કોરોનાની બીજી તરંગ બાદ હવે ત્રીજી તરંગની સંભાવના છે. પરંતુ જો ભારત મહામારીને અંકુશમાં લેશે તો બજારમાં નવો ઉત્સાહ જોવા મળશે અને ભારતીય અર્થવ્યવસ્થાને પણ તેમાંથી વેગ મળશે.

ભારતીય અર્થતંત્ર ભારે સંઘર્ષભરી સ્થિતિનો સામનો કરી રહ્યું છે. વૈશ્વિક સ્તરે કોમોડિટીની તેજી ફુગાવાના જોખમનું નિર્માણ કરે છે. યુએસ બોન્ડની ઉપજમાં વધારો થવાની સંભાવનાએ જોખમમાં વધારો થયો છે. આ મુદ્દાને ધ્યાનમાં રાખીને વિવિધ એજન્સીઓએ ભારતીય અર્થતંત્રની વૃધ્ધિની આગાહીમાં ઘટાડો કર્યો છે. આ સંજોગોમાં રોકાણકારોએ પણ સાવચેતી રાખવી હિતાવહરૂપ પૂરવાર થશે. તો બીજી તરફ અર્થતંત્ર પણ તાજેતરની અનલોકની પ્રક્રિયામાં ધમધમતું થયા બાદ આગામી સમયમાં કેવો વેગ પકડે છે તેની પર ભારતીય શેરબજારની નજર રહેશે.

મારી અંગત સલાહ મુજબ તબક્કાવાર નફો બુક કરે એ શાણો રોકાણકાર…કેમ ખરું ને..!!!

નિફ્ટી ફ્યુચર બંધ :- ( ૧૫૭૨૭ ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૫૬૦૬ પોઇન્ટના પ્રથમ અને ૧૫૪૭૪ પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે ૧૫૭૭૭ પોઇન્ટથી ૧૫૮૦૮ પોઇન્ટ, ૧૫૮૮૮ પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૧૫૮૮૮ પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!

બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( ૩૪૭૧૪ ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૩૮૦૮ પોઇન્ટના પ્રથમ અને ૩૩૬૭૬ પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસ ટ્રેડિંગ સંદર્ભે ૩૫૦૦૮ પોઇન્ટથી ૩૫૩૭૩ પોઇન્ટ, ૩૫૬૦૬ પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૫૬૦૬  પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!

હવે જોઇએ અંગત અભિપ્રાયરૂપી સાપ્તાહિક સ્ટોક……

) જ્યુબિલન્ટ ઈન્ડસ્ટ્રીઝ ( ૩૨૮ ) :- સ્પેશિયાલીટી કેમિકલ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૩૧૩ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૩૦૪ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૩૪૩ થી રૂ.૩૫૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે....!! રૂ.૩૬૩ ઉપર તેજી તરફી ધ્યાન...!!!

) વી-ગાર્ડ ઈન્ડસ્ટ્રીઝ ( ૨૫૯ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૨૪૪ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ..!!! રૂ.૨૩૦ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૨૭૭ થી રૂ.૨૯૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!

) રેડિંગ્ટન લિમિટેડ ( ૨૬૨ ) :- રૂ.૨૪૪ નો પ્રથમ તેમજ રૂ.૨૩૦ ના બીજા સપોર્ટથી સાપ્તાહિક ટ્રેડીંગલક્ષી આ સ્ટોક રૂ.૨૭૭ થી રૂ.૩૯૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે ….!!!

) ખાદીમ ઈન્ડિયા ( ૨૧૧ ) :- ફૂટવેર સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૨૨૩ થી રૂ.૨૩૦ ના ભાવની સંભાવના ધરાવે છે.!! રૂ.૧૯૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો……..!!

) ડેટામેટિક્સ ગ્લોબલ ( ૧૭૪ ) :- રૂ.૧૬૦ નો પ્રથમ તેમજ રૂ.૧૪૭ ના સ્ટોગ સપોર્ટથી ટેકનોલોજી સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક ટૂંકાગાળે રૂ.૧૮૭ થી રૂ.૧૯૪ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા….!!!

) લુમેક્સ ઓટો ( ૧૫૪ ) :- સ્થાનિક ફંડોની લેવાલીની શક્યતાએ આ સ્ટોકમાં રૂ.૧૩૩ આસપાસના સપોર્ટથી ડિલેવરીબેઇઝ રોકાણ રૂ.૧૬૬ થી રૂ.૧૭૫ ના ભાવની સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!

) રેલિગેર એન્ટરપ્રાઈઝ ( ૧૨૮ ) :- આ સ્ક્રીપમાં નજીકનો પ્રથમ રૂ.૧૧૦ ના સ્ટ્રોંગ સ્ટોપલોસે સાપ્તાહિક અંદાજીત રૂ.૧૪૨ થી રૂ.૧૫૦ ના સંભવિત ભાવની શક્યતા છે…!!

) ઝુઆરી ગ્લોબલ ( ૧૧૬ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફર્ટિલાઇઝર સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૦૩ આસપાસ રોકાણકારે રૂ.૧૩૨ થી રૂ.૧૪૦ ના ટાર્ગેટ ભાવની શક્યતાએ તબક્કાવાર રોકાણ કરવું. ટૂંકાગાળે રૂ.૯૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો...!!

ટ્રેડીંગ સંદર્ભે ફ્યુચર સ્ટોક ધ્યાને લઈએ તો ……

) એચડીએફસી બેન્ક ( ૧૪૮૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ આ ફ્યુચર સ્ટોક રૂ.૧૪૪૪ ના સપોર્ટથી ખરીદવાલાયક..!! બેન્ક સેક્ટરનો આ સ્ટોક ટૂંકાગાળે રૂ.૧૫૦૮ થી રૂ.૧૫૨૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે….!!

) સિપ્લા લિમિટેડ ( ૯૬૨ ) :- આ સ્ટોક રૂ.૯૩૩ નો પ્રથમ તેમજ રૂ.૯૧૯ ના બીજો અતિ મહત્વનો સપોર્ટ ધરાવે છે. ફયુચર ટ્રેડીંગ સંદર્ભે ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૯૭૭ થી રૂ.૯૯૦ સુધી ની તેજી તરફ રુખ  નોંધાવશે..!!

) અદાણી પોર્ટ ( ૬૮૮ ) :- ૧૨૫૦ શેર નું ફયુચર ધરાવતો આ સ્ટોક રૂ.૬૬૦ નો પ્રથમ તેમજ રૂ.૬૩૬ ના સ્ટ્રોંગ સપોર્ટ થી ખરીદવાલાયક…!! મરીન પોર્ટ & સર્વિસ સેક્ટરનો આ સ્ટોક સાપ્તાહિક ટ્રેડીંગલક્ષી રૂ.૭૦૭ થી રૂ.૭૧૭ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા છે….!!

) ઈન્ડીગો ( ૧૭૧૨ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૭૪૭ આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂ.૧૭૭૦ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.૧૬૯૬ થી રૂ.૧૬૮૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૭૮૮ ઉપર પોઝીટીવ બ્રેકઆઉટ…!!

) બાટા ઇન્ડિયા ( ૧૬૪૯ ) :- રૂ.૧૭૦૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૭૧૭ ના સ્ટોપલોસે વેચવાલાયક….!! ટૂંકાગાળે રૂ.૧૬૧૬ થી રૂ.૧૬૦૬ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!! રૂ.૧૭૩૦ ઉપર તેજી તરફી ધ્યાન… !!

) ઓરબિંદો ફાર્મા ( ૯૪૭ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૯૮૦ આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂ.૯૯૭ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.૯૩૦ થી રૂ.૯૧૯ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૦૦૮ ઉપર પોઝીટીવ બ્રેકઆઉટ…!!

રોકાણ સંદર્ભે સ્મોલ સેવિંગ્ઝ સ્ટોક ધ્યાને લઈએ તો ……

) જેએમ ફાઈનાન્સિયલ ( ૯૬ ) :- હોલ્ડિંગ કંપની સેક્ટરનો આ સ્ટોક ડિલેવરીબેઇઝ રૂ.૧૦૮ થી રૂ.૧૧૨ ના ભાવની સંભાવના ધરાવે છે…!!રૂ.૮૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!

) મેજેસ્કો લિમિટેડ ( ૮૮ ) :- ડિલેવરીબેઇઝ રોકાણકારે ટેકનોલોજી સેક્ટરનાં આ સ્ટોકને રૂ.૮૦ ના અતિ મહત્વના સપોર્ટથી ખરીદવાલાયક…!! સાપ્તાહિક ટ્રેડિંગ સંદર્ભે રૂ.૯૫ થી રૂ.૧૦૩ સુધીની તેજી તરફી રૂખ નોંધાવશે…!!!

) ટાઈમ ટેક્નોપ્લાસ્ટ ( ૮૫ ) :- ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૭૩ નો પ્રથમ તેમજ રૂ.૬૬ ના સ્ટ્રોંગ સપોર્ટ થી ખરીદવાલાયક…!! પ્લાસ્ટિક પ્રોડક્ટ સેકટરનો આ સ્ટોક ટુંકાગાળે રૂ.૯૩ થી રૂ.૧૦૨ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શકયતા…!!

) ઓર્બિટ એક્સપોર્ટ્સ ( ૬૯ ) :- રૂ.૬૦ આસપાસ રોકાણલક્ષી આ સ્ટોક મધ્યગાળે રૂ.૭૪ થી રૂ.૮૪ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!!રૂ.૮૪ ઉપર તેજી તરફી ધ્યાન…..!!

શેરબજાર જોખમી તબક્કામાં…!! સ્ટોક સ્પેસિફિક મુવમેન્ટ નોંધાશે…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular