Monday, December 23, 2024
Homeબિઝનેસનિફ્ટી ફયુચર 14808 પોઈન્ટ મહત્વની સપાટી...!!!

નિફ્ટી ફયુચર 14808 પોઈન્ટ મહત્વની સપાટી…!!!

- Advertisement -

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૨.૦૫.૨૦૨૧ ના રોજ…..

- Advertisement -

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૪૯૧૬૧.૮૧ સામે ૪૯૧૭૧.૨૮ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૪૮૫૫૦.૭૨ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૬૨૦.૫૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૪૭૧.૦૧ પોઈન્ટના ઘટાડા સાથે ૪૮૬૯૦.૮૦ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૪૮૭૮.૨૫ સામે ૧૪૮૪૨.૧૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૪૬૬૨.૯૫ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૭૯.૧૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૬૯.૩૫ પોઈન્ટના ઘટાડા સાથે ૧૪૭૦૮.૯૦ પોઈન્ટ બંધ થયેલ..!!!

- Advertisement -

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

સપ્તાહના ચોથા દિવસે ૧૩,મે ગુરુવારના રોજ રમઝાન ઈદ નિમિતે ભારતીય શેરબજારમાં ટ્રેડિંગ કામકાજ બંધ રહેનાર હતું. વૈશ્વિક મોરચે એક તરફ અમેરિકામાં સાઈબર હુમલાની દુર્ઘટના અને બીજી તરફ વૈશ્વિક બજારો અત્યંત ઓવર લિવરેજમાં હોવાના મોટા જોખમે અને એના પરિણામે તાઈવનના શેરબજારોમાં કડાકો બોલાઈ જવાની ઘટનાએ બુધવારે ભારતીય શેરબજારમાં સતત બીજા દિવસે ઘટાડો જોવા મળ્યો હતો. દેશમાં કોરોના સંક્રમણની બીજી ઘાતક લહેર ધીમી પડયાની રાહત છતાં હજુ પોઝિટીવ કેસોની સંખ્યા સતત વધી રહી હોઈ આ મામલે દેશની હેલ્થકેર સિસ્ટમ અપર્યાપ્ત પૂરવાર થઈ રહી હોવા સાથે વેકેસિનેશનને પણ ઝડપી બનાવવું અશક્ય બની રહેતાં આ સંકટમાંથી ઝડપ બહાર આવવાનું મુશ્કેલ હોવાના સંકેતે દેશ ગંભીર આર્થિક સંકટમાં ફસાઈ જવાના ફફડાટે ફંડોએ શેરોમાં ઈન્ડેક્સ બેઝડ કડાકો બોલાવી દીધો હતો.

- Advertisement -

ઈન્ડેક્સ બેઝડ લાંબા સમયથી ઓવરબોટ પોઝિશનને ફંડો હળવી કરવા લાગ્યા સામે સ્મોલ, મિડ કેપ શેરોમાં તેજીનું તોફાન જાળવ્યા બાદ આજે રોકડાના શેરોમાં પણ વ્યાપક નફારૂપી વેચવાલી કરી હતી. અલબત કેન્દ્ર સરકાર દ્વારા દેશના અનેક પીએસયુ-જાહેર સાહસોનું વેલ્યુએશન ઊંચું લાવીને આગામી દિવસોમાં મેગા ડિસઈન્વેસ્ટમેન્ટ પીએસયુ મેટલ કંપનીઓ, બેંકોમાં કરવા તખ્તો ગોઠવાઈ રહ્યાના સંકેતો વચ્ચે આજે ફંડોએ પીએસયુ બેંકિંગ શેરોમાં તેજીનું તોફાન મચાવ્યું હતું. જ્યારે મેટલ-માઈનીંગ, ખાનગી બેંક-ફાઈનાન્સ શેરો તેમજ ઓઈલ-ગેસ શેરો અને હેલ્થકેર શેરોમાં પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું. ઈન્ડેક્સ બેઝડ સતત બીજા દિવસે નરમાઈ સાથે ફંડો, ખેલંદાઓ, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોની સ્મોલ, મિડ કેપ શેરોમાં તેજી અટકીને વ્યાપક નફારૂપી વેચવાલી રહી હતી. અલબત વધનાર શેરોની સંખ્યા સાધારણ વધુ રહેતાં માર્કેટબ્રેડથ પોઝિટીવ રહી હતી. 

બજારની ભાવિ દિશા…. મિત્રો, ગયા નાણાં વર્ષના ડિસેમ્બર તથા માર્ચ ત્રિમાસિક ગાળામાં ભારતીય અર્થતંત્રમાં સુધારો જોવાયા બાદ વર્તમાન નાણાં વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળા એટલે કે જુન ત્રિમાસિકમાં કોરોનાની બીજી લહેરને કારણે આર્થિક વિકાસને ફટકો પડયો છે. જુન ત્રિમાસિકમાં ભારતનો આર્થિક વિકાસ દર ઘટવાના અંદાજ બાદ ફરી સપ્ટેમ્બર ત્રિમાસિકથી પાટે ચડશે એમ એસએન્ડપી ગ્લોબલ રેટિંગ્સ દ્વારા ધારણાં મૂકવામાં આવી છે. જૂન ત્રિમાસિક બાદ દેશમાં કોરોનાનો કહેર ઘટવા લાગશે તેવી આશા સાથે સંપૂર્ણ વર્ષનો આર્થિક વિકાસ દર પણ દ્વીઅંકમાં જળવાઈ રહેવાની ધારણાંને અકબંધ રાખવામાં આવી છે.

વર્તમાન સંપૂર્ણ નાણાં વર્ષના આર્થિક વિકાસ દરના દ્વીઅંકના અંદાજને ફિચ સોલ્યુશન્સ તથા એસબીઆઈ રિસર્ચના રિપોર્ટમાં જીડીપી ગ્રોથના અંદાજને ઘટાડીને એક અંકમાં મુકાયો છે, જ્યારે એસએન્ડપીએ જાળવી રાખ્યો છે. વર્તમાન નાણાં વર્ષમાં ભારતનો આર્થિક વિકાસ દરનો અંદાજ ધીમો પડશે તો પણ ત્યારપછીના બે વર્ષમાં વિકાસ દર ઊંચો રહેશે જે તેના રાજકોષિય તથા ધિરાણ ગણિતાને ટકાવી રાખશે એમ પણ એસએન્ડપી દ્વારા મત અપેક્ષા વ્યકત કરવામાં આવી છે. કોરોનાની બીજી લહેરને કારણે ભારતના આર્થિક વિકાસ દરને ૧.૨૦થી ૨.૮૦%નો માર પડી શકે છે. વર્તમાન નાણાં વર્ષમાં જીડીપી ગ્રોથમાં ઘટાડો છતાં સરકારની રાજકોષિય સ્થિતિ પર ખાસ ગંભીર અસર જોવા નહીં મળે.

તા.૧૪.૦૫.૨૦૨૧ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

તા.૧૨.૦૫.૨૦૨૧ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૪૭૦૮ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૪૬૩૬ પોઈન્ટના પ્રથમ અને ૧૪૬૦૬ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે  ૧૪૭૭૭ પોઈન્ટ થી ૧૪૮૦૮ પોઈન્ટ ૧૪૮૩૮ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૪૮૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

તા.૧૨.૦૫.૨૦૨૧ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ  @ ૩૨૫૧૫ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૨૩૭૩ પોઈન્ટના પ્રથમ અને ૩૨૨૦૨ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૩૨૬૭૬ પોઈન્ટ થી ૩૨૭૩૭ પોઈન્ટ, ૩૨૮૦૮ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૨૮૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

  • ACC લિમિટેડ ( ૧૮૯૧ ) :- સિમેન્ટ અને સિમેન્ટ પ્રોડક્ટ્સ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૮૭૩ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૮૬૦ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૯૦૯ થી રૂ.૧૯૧૯ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૯૩૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
  • HDFC બેન્ક ( ૧૩૯૬ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૩૮૦ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૩૭૩ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૪૦૮ થી રૂ.૧૪૧૪ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • લુપિન લિમિટેડ ( ૧૨૧૫ ) :- રૂ.૧૧૯૩ નો પ્રથમ તેમજ રૂ.૧૧૮૦ ના બીજા સપોર્ટથી ફાર્મા સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૨૩૩ થી રૂ.૧૨૪૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
  • HCL ટેક્નોલોજી ( ૯૧૧ ) :- ટેક્નોલોજી સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૯૨૩ થી રૂ.૯૩૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૮૯૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • સન ફાર્મા ( ૭૦૬ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૬૮૬ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ફાર્મા સેક્ટરનાઆ સ્ટોકમાં તેજી તરફી રૂ.૭૧૬ થી રૂ.૭૨૨ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
  • ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીઝ ( ૧૪૧૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ સિમેન્ટ અને સિમેન્ટ પ્રોડક્ટ્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૪૩૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૩૯૭ થી રૂ.૧૩૯૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૪૪૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • લાર્સન એન્ડ ટૂબ્રો ( ૧૩૯૨ ) :- રૂ.૧૪૦૮ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૪૧૪ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૩૭૭ થી રૂ.૧૩૬૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૪૩૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
  • ગોદરેજ પ્રોપર્ટીઝ ( ૧૨૪૮ ) :- રિયલ્ટી સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૨૬૦ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૨૩૦ થી રૂ.૧૨૧૮ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
  • ઓરબિન્દો ફાર્મા ( ૧૦૨૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફાર્મા સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૦૪૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૦૦૮ થી રૂ.૯૯૭ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૦૬૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • બાયોકોન લિ. ( ૩૮૭ ) :- ૪૦૪ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૪૧૪ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૩૭૪ થી રૂ.૩૬૭ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૪૨૨ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular