Monday, December 23, 2024
Homeબિઝનેસનિફ્ટી ફયુચર 14404 પોઈન્ટ મહત્વની સપાટી...!!!

નિફ્ટી ફયુચર 14404 પોઈન્ટ મહત્વની સપાટી…!!!

- Advertisement -

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૦.૦૪.૨૦૨૧ ના રોજ…..

- Advertisement -

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૪૭૯૪૯.૪૨ સામે ૪૮૪૭૩.૦૪ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૪૭૪૩૮.૫૦ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૧૦૩૯.૮૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૪૩.૬૨ પોઈન્ટના ઘટાડા સાથે ૪૭૭૦૫.૮૦ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૪૩૭૪.૧૫ સામે ૧૪૫૦૨.૩૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૪૨૨૫.૫૫ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૦૯.૯૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૮૪.૧૫ પોઈન્ટના ઘટાડા સાથે ૧૪૨૯૦.૦૦ પોઈન્ટ બંધ થયેલ..!!!

- Advertisement -

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

સપ્તાહના ત્રીજા દિવસે ૨૧,એપ્રિલ બુધવારના રોજ રામ નવમી નિમિતે ભારતીય શેરબજારમાં ટ્રેડિંગ કામકાજ બંધ રહેનાર હતું. મંગળવારે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત મજબૂતીએ થઈ હતી. કોરોના સંક્રમણ દેશભરમાં ચિંતાજનક ઝડપે ફેલાઈ રહ્યું હોઈ દેશમાં ફરી વ્યાપક લોકડાઉન લાદવાની અને કર્ફયુ સાથે આકરાં અંકુશના પગલાં લેવાની ફરજ પડી રહી હોઈ આગામી દિવસોમાં દેશના અર્થતંત્રને મોટો ફટકો પડવાના અંદાજો છતાં ગઇકાલે શરૂઆતી તબક્કામાં ભારતીય શેરબજારમાં ફંડોએ તેજીના ચક્રને ગતિમાન રાખ્યું હતું, પરંતુ કોરોના સંક્રમણની બીજી લહેર દેશભરમાં ભયંકર ઝડપે ફેલાવા લાગી હોઈ આ વખતે કોરોના અત્યંત ઘાતક નીવડીની મહારાષ્ટ્ર, ગુજરાત, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ સહિતા રાજયોમાં સર્જાયેલી આ હેલ્થ કટોકટી દેશની આર્થિક કમર પણ તોડી નાંખશે એવા ફફડાટ વચ્ચે ઉછાળે નફારૂપી વેચવાલી જોવા મળી હતી.

- Advertisement -

મહારાષ્ટ્ર, ગુજરાત સહિતના રાજયોમાં પરિસ્થિતિ અંકુશ બહાર જઈ રહ્યાના અહેવાલોએ ચિંતા વધતાં લોકડાઉનના આકરાં પગલાં લેવાની પડી રહેલી ફરજે ધંધા-રોજગાર પર માઠી અસર પડવા લાગી હોઈ આગામી દિવસોમાં પરિસ્થિતિ વધુ વિકટ બનવાના અને આર્થિક વૃદ્વિ-જીડીપી વૃદ્વિને મોટો ફટકો પડવાના અંદાજો ગઇકાલે ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૪૯% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૪૯% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર બેઝિક મટિરિયલ્સ, એફએમસીજી, આઈટી, બેન્કેક્સ, ઓઈલ એન્ડ ગેસ અને ટેક શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૦૪૯ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૨૩૨ અને વધનારની સંખ્યા ૧૬૪૫ રહી હતી, ૧૭૨ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૯૩ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૨૪૮ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, કોરોના રોગચાળાની બીજી લહેરએ આર્થિક રિકવરીની ગતિ ફરી ધીમી કરી દીધી છે. રાજ્યો દ્વારા કોરોના ચેપને રોકવા માટે લોકડાઉન કરવાને કારણે ઉત્પાદનમાં ઘટાડો થયો છે અને બેરોજગારી વધી છે. સીએમઆઈઇના રિપોર્ટ અનુસાર, ૧૧ એપ્રિલના રોજ પૂરા થયેલા અઠવાડિયામાં શહેરી બેરોજગારી વધીને ૯.૮૧% થઈ ગઈ છે. ત્યાં જ, તે ૨૮ માર્ચે અઠવાડિયામાં તે ૭.૭૨% અને માર્ચ મહિનાના આખા મહિનામાં ૭.૨૪% હતી.

માર્ચ માસથી કોરોનાની બીજી લહેરની અસર શહેરી રોજગાર પર જોવા મળી રહી છે. જેના કારણે દિલ્હી, મહારાષ્ટ્ર, ગુજરાત, પંજાબ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોનાં શહેરોમાં આંશિક લોકડાઉન અથવા નાઇટ કર્ફ્યુ લાદવામાં આવ્યું છે. કોરોનાને કારણે મેન્યુફેક્ચરિંગ અને માઇનિંગ સેક્ટરની નબળી કામગીરીને કારણે ઔદ્યોગિક ઉત્પાદનમાં ઘટાડો થયો છે. ઘણા રાજ્યોમાં, કોરોનાની કડક ચકાસણી સાથે કોરોના નેગેટિવ પ્રમાણપત્ર સાથે પ્રવેશના નિયમને કારણે પર્યટન ક્ષેત્રે રોજગાર ઘટવાની પણ સંભાવના છે અને આગામી દિવસોમાં વધુ સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

તા.૨૨.૦૪.૨૦૨૧ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

તા.૨૦.૦૪.૨૦૨૧ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૪૨૯૦ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૪૪૦૪ પોઈન્ટના પ્રથમ અને ૧૪૪૭૪ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે  ૧૪૨૩૨ પોઈન્ટ થી ૧૪૨૦૨ પોઈન્ટ ૧૪૧૮૮ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૪૪૦૪ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

તા.૨૦.૦૪.૨૦૨૧ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ  @ ૩૧૧૧૫ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૦૮૦૮ પોઈન્ટના પ્રથમ અને ૩૦૬૭૬ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૩૧૨૭૨ પોઈન્ટ થી ૩૧૪૦૪ પોઈન્ટ, ૩૧૫૭૫ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૧૫૭૫ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

  • એચડીએફસી બેન્ક ( ૧૩૯૦ ) :- એચડીએફસી ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૩૭૩ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૩૬૦ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૪૦૪ થી રૂ.૧૪૧૪ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૪૨૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
  • બાટા ઇન્ડિયા ( ૧૨૯૭ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૨૭૩ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૨૬૦ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૩૧૩ થી રૂ.૧૩૨૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • અદાણી પોર્ટ ( ૭૨૨ ) :- રૂ.૭૦૩ નો પ્રથમ તેમજ રૂ.૬૮૬ ના બીજા સપોર્ટથી મરીન પોર્ટ & સર્વિસ રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૭૪૪ થી રૂ.૭૫૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
  • એક્સિસ બેન્ક ( ૬૫૨ ) :- બેન્ક સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૬૭૩ થી ૬૮૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૬૩૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • ગ્લેનમાર્ક ફાર્મા ( ૫૭૧ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૫૫૬ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ફાર્મા આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૫૮૩ થી રૂ.૫૯૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
  • ઇન્ફોસિસ લિમિટેડ ( ૧૩૫૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ટેકનોલોજી સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૩૮૮ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૩૩૩ થી રૂ.૧૩૧૭ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૪૦૪ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • લુપિન લિમિટેડ ( ૧૦૯૧ ) :- રૂ.૧૧૦૮ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૧૨૦ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૦૭૭ થી રૂ.૧૦૬૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૧૩૩ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
  • ઓરબિંદો ફાર્મા ( ૯૮૨ ) :- ફાર્મા સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૦૦૮ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૯૬૬ થી રૂ.૯૫૦ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
  • ટાટા સ્ટીલ ( ૮૯૪ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ આર્યન & સ્ટીલ/ ઇન્ટરમ. પ્રોડક્ટ સેક્ટરનો આ સ્ટોક રૂ.૯૦૯ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૮૮૦ થી રૂ.૮૬૮ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૯૧૯ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • સન ફાર્મા ( ૬૪૪ ) :- ૬૬૩ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૬૭૦ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૬૨૬ થી રૂ.૬૧૬ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૬૭૬ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )


- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular