Tuesday, December 24, 2024
Homeરાષ્ટ્રીયટેરર ફંડીંગ કેરળમાં 56 સ્થળો પર NIAના દરોડા

ટેરર ફંડીંગ કેરળમાં 56 સ્થળો પર NIAના દરોડા

પીએફઆઇ પર પ્રતિબંધ બાદ એજન્સીના દરોડા : અનેક લોકોની અટકાયત : પીએફઆઇ સામાજિક સંગઠનમાંથી કટ્ટરવાદી ઇસ્લામી સંગઠનમાં ફેરવાઇ

- Advertisement -

દેશમાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડીયા પર પ્રતિબંધ મુકાયા પછી પણ તે કેરળમાં શક્ય હોવાના સંકેતો મળ્યા બાદ આજે ફરી એક વખત નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી (એન.આઈ.એ.) એ કેરળમાં 56 સ્થળો પર દરોડા પાડીને પીએફઆઈનું તલાશી અભિયાન શરૂ કર્યું છે. રાષ્ટ્રીય તપાસ એજન્સી દ્વારા અલગ-અલગ ટીમો બનાવીને આ દરોડાનો દોર શરૂ કરાયો છે અને અનેક લોકોને રાઉન્ડ અપ કરવામાં આવી રહ્યા છે. અધિકારીઓના જણાવ્યા મુજબ ગઇકાલે બપોર બાદ આ દરોડાનો દોર શરુ થયો હતો અને આજે પણ ચાલુ છે. તિરુવંથપુરમમાં છ જગ્યાએ દરોડા ઉપરાંત ત્રિવેન્દમ સહિતના લોકેશનોમાં એનઆઈએની ટીમ કાર્યરત છે. પીએફઆઈનો ઉદય 2006માં કેરળમાં થયો હતો અને 2009માં તેણે એક રાજકીય મોરચો ધ સોશિયલ ડેમોક્રેટીક પાર્ટી ઓફ ઇન્ડીયા બનાવ્યું હતું. પરંતુ મુખ્ય ધ્યેય કટ્ટરવાદ ફેલાવાનો છે અને તેથી પૂરા દેશમાં તેણે પીએફઆઈને એક સામાજિક સંગઠનમાંથી કટ્ટરવાદી ઇસ્લામીક સંગઠનમાં ફેરવી નાખ્યું હતું બાદમાં મોદી સરકારે પીએફઆઈ પર પ્રતિબંધ મુકી દીધો છે અને તેના પરિણામે કેરળમાં હિંસા પણ થઇ હતી પરંતુ મોદી સરકારે તેની ચિંતા કર્યા વગર જ પીએફઆઈને ખતમ કરવા માટે અભિયાન શરૂ કર્યું છે.
કેરળમાં મોટાપાયે દરોડા ઉપરાંત પીએફઆઈના નાણા કનેકશન પણ તપાસાઇ રહ્યા છે તથા તેના અનેક અગ્રણીઓને રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે અનેતેમને પુછપરછ બાદ ધરપકડ સહિતની પ્રક્રિયા પણથઇ શકે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular