સમગ્ર દેશમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. છેલ્લાં થોડાં દિવસોથી જામનગર સહિત ગુજરાતમાં પણ કોરોનાનું સંક્રમણ વધતું જઇ રહ્યું છે.દર્દીઓ ની સંખ્યા વધવાની સાથે કોરોનાથી મૃત્યુ પણ વધી રહ્યા છે ત્યારે રાહતના સમાચાર સામે આવ્યા છે. ડ્રગ ક્ધટ્રોલર જનરલ દ્વારા ઝાયડસ કેડિલા દ્વારા તૈયાર કરાયેલ કોરોનાને મારણ કરતી દવાને મંજૂરી આપી છે. જેને લઇ કોરોનાથી રક્ષણ માટે આસામની કિરણ દેખાયું છે.
ગુજરાતની ઝાયડસ કેડિલાએ જાહેરાત કરી છે કે, કંપનીને ડ્રગ કન્ટ્રોલર જનરલ (DCGI) પાસેથી કોવિડ 19ના સંક્રમણનો ઉપચાર કરવા માટેની વિરાફીન નામની દવાનો ઉપયોગ કરવાની મંજૂરી મળી ગઈ છે. એન્ટીવાયરલ વિરાફિન દર્દીઓની તેજીથી રિકવરી માટે મદદ કરશે. ઉપરાંત આ દવા અનેક સમસ્યાઓમાંથી પણ ઉગારશે. કોરોનાની મહામારી વચ્ચે ઝાયડસ કંપનીની આ દવા આશાનું નવુ કિરણ બનીને આવી છે.
કોરોનાની સારવાર લેતા દર્દીઓ માટે રાહતના સમાચાર આવ્યા છે. ઝાયડસ કેડિલાની કોરોનાના મારણ માટેની દવાને મંજૂરી આપી દેવામાં આવી છે. ઝાયડસની વિરાફીનને DCGIએ મંજૂરી આપી દીધી છે. કોવિડની સારવારમાં વિરાફીનને ઇમર્જન્સી મંજૂરી અપાઈ છે. સામાન્ય લક્ષણવાળા દર્દીઓ માટે અક્સીર બની શકે છે.
કંપનીનો દાવો છે કે, શરૂઆતની સારવારમાં કોરોનાને વધતો અટકાવશે. ભારતમાં 20-25 સેન્ટર દવાનું પરીક્ષણ કરાયું હતું. પરીક્ષણમાં સામે આવ્યું હતું કે, આ દવાએ અન્ય ચેપને પણ અટકાવ્યું હતું.
ઝાયડસ કેડિલાનું કહેવુ છે કે, તેમની આ દવા લીધા બાદ 7 દિવસમાં RT-PCR ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. આવું 91.15 ટકા રોગીઓ સાથે થયું છે. કંપનીનો દાવો છે કે, હળવા લક્ષણો ધરાવતા વયસ્કોની સારવારમાં તેનો ઉપયોગ થશે. ઓક્સિજન લેવલને મેઈનટેઈન કરવા માટે પણ આ દવા કારગત નીવડી છે.