તાજેતરમાં જીએસટી નેટવર્કે જીએસટી પોર્ટલ ઉપર એલર્ટ જાહેર કરી જણાવ્યું છે કે, જો કોઇ કરદાતા જીએસટી-3 બી ભરવામાં 30 દિવસનો વિલંબ કરશે તો તેમની સામે એસેસમેન્ટનો ઓર્ડર પાસ કરી દેવામાં આવશે. વધારામાં કરદાતાના બેંક એકાઉન્ટ સીઝ કરીને રિકવરી કરવાનું શરૂ કરશે.
કરદાતા મુદત પછીનું રિટર્ન ફાઇલ કરવા જાય છે ત્યારે પોર્ટલ ઉપર તમે કેટલા દિવસ રિટર્ન ભરવામાં ડિફોલ્ટર છો તેની નોટીસ દેખાય છે વધારામાં જે કરદાતાઓ સમયસર રિટર્ન ભરવામાં ડિફોલ્ટ છો તેવી નોટીસ પાઠવવામાં આવી છે. આને લઇને સીબીઆઇસીએ 2019માં પરિપત્ર કરી દેવામાં આવ્યો હતો. પરંતુ કોવિડના કારણે અમલમાં મુકવામાં ન હોતો આવ્યો. જે પરિપત્રને હવે ડિપાર્ટમેન્ટ દ્વારા અમલમાં મુકવામાં આવ્યો છે. પાંચ દિવસથી વધારે કરદાતા ડિફોલ્ટ હોય તો જીએસટીઆર-3એમાં 15 દિવસમાં રિટર્ન ભરી દેવામાં આવે છે તેમ છતાં કરદાતા દ્વારા 15 દિવસમાં રિટર્ન ભરવામાં ન આવે તો અધિકારીઓ પાસે રહેલા ડેટા ઉપરથી એએસએમટી નામનું ઓર્ડર ઇસ્યુ કરી ભરવા પાત્ર ટેકસની રકમ માગવામાં આવશે. તેમ છતાં બીજા પંદર દિવસ એટલે કે 30 દિવસની અંદર ડિફોલ્ટ હોય તેવા કરદાતાઓને અધિકારીઓ દ્વારા કરવામાં આવેલી ટેકસની રિકવરી કરવામાં આવશે. જેમાં કરદાતાના સ્થળ તપાસ, બેન્ક ખાતા અને મિલકત ઉપર ટાંચ મુકવા જેવા પગલાં ડિપાર્ટમેન્ટ દ્વારા લેવામાં આવશે. આથી કરદાતાઓએ સમયસર રિટર્ન ફાઇલ કરવું જરૂર છે, જો નહીં કરે તો આ બધી નોટીસનો સામનો કરવો પડશે.
GST કરદાતાઓ માટે નવો-કડક નિયમ
GST-3બી રિટર્ન ભરવામાં વિલંબ કરનારના બેંક એકાઉન્ટ-પ્રોપર્ટી પણ સીઝ થઇ શકે