Sunday, December 22, 2024
Homeબિઝનેસરિલાયન્સના યુવા ચહેરાઓને નવી જવાબદારી

રિલાયન્સના યુવા ચહેરાઓને નવી જવાબદારી

અનંત અંબાણી રાજય સરકારો તેમજ રાજકીય અને કાયદાકીય બાબતોનો હવાલો સંભાળશે : ધનરાજ નથવાણી ગુજરાત ઉપરાંત દિલ્હીમાં કોર્પોરેટ અફેર્સની જવાબદારી સંભાળશે

- Advertisement -

ભારતની ખાનગી ક્ષેત્રની સૌથી મોટી કંપની રિલાયન્સ હવે તેની યુવા પેઢીને નવી જવાબદારી સોંપવા જઇ રહી છે. રિલાયન્સના સર્વેસર્વા મુકેશ અંબાણીએ કંપનીમાં મોટા ફેરફારના સંકેતો આપ્યા છે. પુત્ર આકાશ અને પુત્રી ઇશાને કંપનીમાં મહત્વની જવાબદારી સોંપ્યા બાદ અન્ય એક પુત્ર અનંતને પણ ખૂબજ મોટી જવાબદારી સોંપવામાં આવી રહી છે.

- Advertisement -

આ ઉપરાંત રિલાયન્સના ટ્રબલ શૂટર મનાતા રાજયસભા સાંસદ પરિમલ નથવાણીના પુત્ર ધનરાજ નથવાણીને પણ હવે ગુજરાત ઉપરાંત રાષ્ટ્રિય રાજધાની દિલ્હીમાં કોર્પોરેટ અર્ફેસની નવી જવાબદારી સોંપવામાં આવી રહી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર તાજેતરમાં દિલ્હી સ્થિત પ્રધાનમંત્રીના નિવાસસ્થાને મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીએ મુલાકાત લીધી હતી. 27 વર્ષીય અનંત તેલના વારસાના વ્યવસાયને સંભાળશે. જ્યારે તેના મોટાભાઈ આકાશ અને ઈશા જુથના નવા સાહસો, ડિજીટલ એટલે કે, ટેલિકોમ અને રિટેલ પર ધ્યાન કેન્દ્રીત કરશે અને આકાશ અને ઈશા સાથે માર્કેટીંગ અને બ્રાન્ડ બિલ્ડિંગનું પણ ધ્યાન રાખશે. આમ મુકેશ અંબાણી હવે આવનારી પેઢીના હાથમાં ભારતની સૌથી મોટી કંપનીની કમાન સોંપશે. તેવા સંકેતો મળી રહ્યા છે. ગયા વર્ષે RILની કલીન એનર્જી કંપનીઓના બોર્ડમાં સામેલ કરવામાં આવ્યાં હતાં. જ્યારે યુવા અંબાણી મુખ્યમંત્રીઓને મળવા માટે રાજ્યોનો પ્રવાસ કરી રહ્યા છે. ભાજપા શાસિત રાજ્યોના અગ્રણીઓ સહિત કેટલાંક મુખ્ય પ્રધાનો સાથે તેમનો સારો સંબંધ હોવાનું કહેવાય છે. અને જેમની સાથે તેઓ ગાઢ સંપર્ક જાળવી રહ્યા છે.

- Advertisement -

જ્યારે એવું પણ જાણવા મળ્યું છે કે, રિલાયન્સ ગ્રુપના ખાસ અને રાજ્યસભાના સભ્ય એવા પરિમલ નથવાણી પણ તેમના પુત્ર નથવાણીને પણ બેટન સોંપશે. જેઓ હવેથી રાષ્ટ્રીય રાજધાનીમાં કોર્પોરેટ બાબતો સંચાલન કરશે. ધનરાજ અત્યાર સુધી ગુજરાતમાં RILની બાબતો સંભાળી રહ્યો છે. હવે તેમને દિલ્હીમાં નવી ઓફિસ આપવામાં આવી રહી છે. આમ આવનારા સમયમાં રિલાયન્સ ગ્રુપ સાથે આપણને અનંત, આકાશ, ઈશા અને ધનરાજ જેવા યુવા ચહેરાઓ અને નામો જોવા મળશે તેવું લાગી રહ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular