Sunday, December 14, 2025
Homeસમાચારરાષ્ટ્રીયવિદેશ જવા ઇચ્છતાં લોકો માટે વેક્સિન અંગે નવી ગાઇડલાઇન

વિદેશ જવા ઇચ્છતાં લોકો માટે વેક્સિન અંગે નવી ગાઇડલાઇન

કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર મંત્રાલયે એકવાર ફરી કોવિશીલ્ડના પહેલા અને બીજા ડોઝની વચ્ચેનું અંતર ઓછું કરી દીધું છે. બીજા ડોઝની ગેપ 2 વાર વધારી દેવામાં આવી, પરંતુ આ વખતે આ ગેપ ધટાડવામાં આવી છે. આ ફક્ત એમના માટે છે જેઓ વિદેશ યાત્રા કરી રહ્યા છે. નવી ગાઈડલાઈન બાદ હવે કેટલીક શ્રેણી માટે 84દિવસની રાહ જોવાની જરૂરિયાત નથી. હવે 28 દિવસ બાદ પણ કોવિશીલ્ડનો બીજો ડોઝ લગાવવામાં આવી શકે છે. જો કે કોવેક્સિન માટે બે ડોઝની વચ્ચેનું અંતર અત્યારે પણ 28 દિવસ જ છે. તેમાં કોઈ બધ્લાવ કરવામાં નથી આવ્યો. કોવિશીલ્ડના બંને ડોઝના ગેપમાં ત્રીજીવાર બદલાવ કરવામાં આવ્યો છે. 16 જાન્યુઆરીથી શરૂ થયેલા વેક્સિનેશનમાં પહેલા 28 દિવસથી 42 દિવસ સુધીનું અંતર હતુ. પછી 22 માર્યના આ ગેપ વધારીને 6-8 અઠવાડિયા કરી દેવામાં આવ્યું. ત્યારબાદ 13 મેના આ અંતર 12-16 અઠવાડિયા કરી દેવામાં આવ્યું. સ્વાસ્થ્ય મંત્રાલયની નવી ગાઈડલાઈન એમના માટે છે જેઓ કોવિશીલ્ડનો પહેલો ડોઝ લગાવી ચુક્યા છે અને વિદેશ યાત્રા પર જવાનું છે.

આ વિદેશ યાત્રા અભ્યાસ, રોજગાર અને ઓલમ્પિક ટીમ માટે થઈ શકે છે.આવા લોકોને કોવિશીલ્ડના બીજા ડોઝ માટે 84 દિવસની રાહ નહીં જોવી પડે. તેઓ આ પહેલા પણ બીજો ડોઝ લગાવી શકે છે. આ પહેલા પંજાબના સ્વાસ્થ્ય મંત્રી બલબીર સિંહ સિદ્ધએ મંગળવારના કહ્યું કે, એ લોકોને કોવિશીલ્કના પહેલા ડોઝના 28 દિવસના અંતરાળ બાદ બીજો ડોઝ આપવામાં આવશે, જેમના માટે વિશેષ કારણોથી વિદેશ જવું જરૂરી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલયે 28 દિવસ પહેલા પ્રથમ ડોઝ લઈ ચુકેલા લોકોને રસી ઉપલબ્ધ કરાવવાની ભલામણ કરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular