જામનગર શહેરમાં રખડતાં ઢોર અને શ્વાનનો ત્રાસ વરસોથી પ્રજા માટે અસહ્ય બની રહ્યો છે. આ ગંભીર અને વર્ષો જૂની સમસ્યાનું નિરાકરણ કરવામાં તંત્ર ઉણું ઉતરે છે. આ સમસ્યાનું નિરાકરણ તો હજી થયું નથી ત્યાં શહેરના મુખ્ય માર્ગો પર નવી આફત આંટા મારે છે. જેમાં ગઇકાલે રાત્રે શહેરના મહિલા કોલેજથી આરામ હોટલ સુધીના માર્ગ પર રોઝડાનું પરિભ્રમણ જોવા મળ્યું હતું.
View this post on Instagram
રખડતાં ઢોર અને કૂતરાંનો ત્રાસ અવિરત છે ત્યારે રોઝડાનો ત્રાસ પણ હવે શહેરમાં શરૂ થઇ ગયો છે. ત્યારે શહેરી પ્રજાજનોની સુખાકારી માટે મહાનગરપાલિકા તંત્ર આ અબોલ પશુઓના મૂંગા ત્રાસમાંથી કયારે મુક્ત કરાવશે? તે પ્રજાજનો વિચારી રહ્યાં છે.


