Wednesday, December 25, 2024
Homeરાજ્યગુજરાતપ્રજા ભલે શેકાય, ધારાસભ્યો માટે નવા વાતાનુકૂલિત આવાસ !!

પ્રજા ભલે શેકાય, ધારાસભ્યો માટે નવા વાતાનુકૂલિત આવાસ !!

ગાંધીનગરમાં હાલના નિવાસોને તોડીને નવા એપાર્ટમેન્ટ બનાવાશે : મહિને ભાડું માત્ર 37 રૂપિયા

- Advertisement -

ગુજરાતમાં ધારાસભ્યો માટેના સરકારી નિવાસસ્થાન ફરી એક વખત બદલવામાં આવશે. સરકારે ગાંધીનગરમાં અગાઉ ત્રણ વખત નિવાસસ્થાન બદલ્યાં છે પરંતુ માફક નહીં આવતાં હવે ચોથીવાર ધારાસભ્યો માટે નવા આવાસ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.

- Advertisement -

ગાંધીનગરની રચના થયા પછી સેક્ટર-17માં સદસ્ય નિવાસ નામે ધારાસભ્યોને રહેવા માટે આવાસ બનાવવામાં આવ્યા હતા પરંતુ તે નાના હોવાથી તેની બાજુમાં નવા આવાસ બનાવવામાં આવ્યા હતા પરંતુ તે પણ ધારાસભ્યોને માફક નહીં આવતાં સેક્ટર-21માં આવેલી પોલીસ સ્ટેશનની સામે આધુનિક આવાસનું નિર્માણ કરવામાં આવ્યું હતું.

હવે આ આવાસ પણ ધારાસભ્યોને ગમતા નહીં હોવાથી સરકારે ફરીથી આવાસ બનાવવા માટે આ વર્ષના બજેટમાં નાણાકીય જોગવાઇ કરી છે. આ જોગવાઇને આધિન રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને માર્ગ-મકાન વિભાગના મંત્રી નીતિન પટેલે સેક્ટર-17માં જર્જરીત થઇ ગયેલા સદસ્ય નિવાસના આવાસનું સ્થળ જોયું છે. તેમની સાથે માર્ગ-મકાન વિભાગના અધિકારીઓ પણ ઉપસ્થિત હતા. આ જગ્યાએ તમામ બ્લોકને તોડીને પાંચ માળના લકઝુરિયસ આવાસ બનાવવાનું વિચારણામાં છે. નીતિન પટેલે કહ્યું હતું કે અમે સેક્ટર-17માં સદસ્ય નિવાસની જમીન જોઇ છે, જો માફક આવશે તો ધારાસભ્યો માટેના નિવાસસ્થાન આ જગ્યાએ બનાવાશે. માર્ગ-મકાન વિભાગના અધિકારીએ કહ્યું હતું કે ગુજરાત વિધાનસભાના નવા બિલ્ડીંગમાં 182 નહીં પણ 230 ધારાસભ્યો બેસી શકે તેવી ડિઝાઇન તૈયાર કર્યા પછી હવે ધારાસભ્યોના નિવાસસ્થાનની સંખ્યા પણ 210થી વધારે રાખવામાં આવશે, કેમ કે ભવિષ્યમાં જો વિધાનસભાની સભ્યસંખ્યામાં વધારો થાય તો નવા ઉમેરાતા ધારાસભ્યોને નિવાસસ્થાન મળી રહે. અમે પાંચ માળના બ્લોક બનાવવા માગીએ છીએ જે સંપૂર્ણપણે વાતાનુકૂલિત અને તમામ સુવિધાઓથી સજ્જ હશે. ગાંધીનગરના સેક્ટર-21માં હાલ જ્યાં ધારાસભ્યો રહે છે ત્યાં 14 બ્લોકમાં 168 આવાસ બનાવવામાં આવેલા છે. આ આવાસનું ભાડું માત્ર 37.50 રૂપિયા છે.

- Advertisement -

મોટાભાગના આવાસમાં ધારાસભ્યોના સગા-સબંધિઓ અને મિત્રો રહેતા હોય છે. આવાસમાં ધારાસભ્યોને બે સોફા, એરક્ધડીશન્ડ, છ પંખા, ટીવી, ફ્રીજ અને ફર્નિચર સહિતની સુવિધા આપવામાં આવે છે. સદસ્યો માટેની સસ્તા દરની કેન્ટીન પણ ઉપલબ્ધ કરવામાં આવેલી છે. હવે જ્યારે નવા આવાસ બનશે ત્યારે તેમાં પણ કેન્ટીનની જોગવાઇ વિચારવામાં આવેલી છે. ધારાસભ્યોના આવાસ ભૂકંપપ્રૂફ બનાવાશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular