કાલાવડ તાલુકાના ધુનધોરાજી ગામના વાડી વિસ્તારમાં રહેતી મહિલાનેે ત્યાં જન્મેલા નવજાત શીશુની સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
બનાવ અંગેની વિગત મુજબ, કાલાવડ તાલુકાના ધુનધોરાજી ગામના વાડી વિસ્તારમાં અશ્ર્વિનભાઈ ચોવટીયાના ખેતરમાં મજૂરી કામ કરતા સાયનાબેન રાકેશભાઈ જમરે (ઉ.વ.19) નામની યુવતીના ગર્ભાવસ્થા દરમિયાન અધુરા માસે જન્મેલા નવજાત શીશુને સારવાર માટે આઈસીયુમાં રાખવામાં આવ્યું હતું. જ્યાં નવજાત બાળકનું સારવાર દરમિયાન મોત નિપજ્યાનું તબીબોેએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકની માતા સાયનાબેન દ્વારા જાણ કરાતા એએસઆઈ જે.આર. જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.