નેહા ધૂપિયાના શો નો ફિલ્ટર નેહાના પહેલા એપિસોડમાં કરન જોહર પહોંચ્યા હતા. એવામાં નેહાએ તેને સવાલ પૂછ્યો હતો કે તમે મારી સાથે લગ્ન કેમ નહી કરો. આ સવાલના જવાબમાં કરને કહ્યું કે, કોઇ પણ એન્ગલથી તુ મારા ટાઇપની નથી અને તારી બોડીના ઘણા પાર્ટસ મને આકર્ષિત નથી કરતા. તે બાદ નેહા કરનને ત્રણ વાર પ્રપોઝ કરી ચૂકી છે પરંતુ કરને ત્રણેય વાર તેને ના પાડી છે.
તે સિવાય કરન જોહરે વધુ એક કિસ્સો કહ્યો, 1998માં હું જ્યારે આશીર્વાદ ઍવોર્ડ્સમાં ગયો હતો અને સ્ટેજ પર ઉભો હતો ત્યારે મને સ્ટેજ પર ઉભો રાખવામાં આવ્યો અને કીધુ કે તમને બેસ્ટ ડિરેક્ટરનો એવોર્ડ આપવામાં આવશે. બાદમાં કહી દેવામાં આવ્યું કે ઍવોર્ડ અનીજ બાઝમીને આપી દેવામાં આવ્યો છે. હવે તમે જઇ શકો છો.
થોડા દિવસો પહેલા કરન જોહર ચર્ચામાં હતા. કરન જોહરની પહેલી ફિલ્મ કુછ કુછ હોતા હૈમાં કેમિયો રોલ માટે સલમાનને ફિલ્મમાં લીધો હતો. તેમાં કરને સલમાનને સુટ પહેરાવવો હતો અને સલમાન તેને કહી રહ્યો હતો કે હું ટોર્ન જીન્સ અને ટી શર્ટ પહેરીશ. તો કરન ધ્રુસકે ને ધ્રુસકે રોવા લાગ્યો હતો અને કહેવા લાગ્યો કે પ્લીઝ આ મારી પહેલી ફિલ્મ છે આવું ન કરો, ત્યારે સલમાન રાજી થયો અને કહ્યું કે તુ રોઇશ તો હું તને મારી નાંખીશ. પરેશાન ન થા હું પહેરી લઇશ.
વર્કફ્રન્ટની વાત કરીએ તો કરન જોહરની તખ્ત આવવાની છે આ ફિલ્મને લઇને જબરજસ્ત ચર્ચાઓ ચાલી રહી હતી. હવે આ ફિલ્મને બંધ કરવામાં આવી છે કારણકે તેવો સેટ કરનને મળી રહ્યો નથી.