Tuesday, September 17, 2024
Homeરાજ્યહાલારસિક્કાની એસડીસીસીએલ પબ્લિક સ્કૂલના સંચાલકોની બેદરકારી

સિક્કાની એસડીસીસીએલ પબ્લિક સ્કૂલના સંચાલકોની બેદરકારી

2021 માં ધો.10 માં અભ્યાસ કરતા સાહિલનું લીવીંગ સર્ટીફિકેટ આપવામાં આડોડાઈ : ફીની રકમના ચેકો આપ્યા છતાં ફી નહીં ભર્યાનું બહાનું: અઢી વર્ષ થયા લીવીંગ સર્ટીફિકેટ આપવામાં આનાકાની

- Advertisement -

જામનગર તાલુકાના સીક્કા ગામમાં રહેતાં યુવાનના પુત્રએ 10 ધોરણ પાસ કર્યા બાદ શાળા દ્વારા લીવીંગ સર્ટીફિકેટ કાઢી આપવામાં બેદરકારી દાખવતા જિલ્લા શિક્ષણઅધિકારીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના સીક્કા ગામમાં ઈદ મસ્જિદ પાસે રહેતાં સલીમ મુલ્લાના પુત્ર સાહીલએ 2021 માં ધો.10 માં એસડીસીસીએલ પબ્લિક સ્કુલમાં અભ્યાસ કરતો હતો અને લીવીંગ સર્ટીફિકેટ માટે અરજી કરી હતી પરંતુ,શાળાના જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ફી બાકી હોવાથી સર્ટી. આપ્યું ન હતું. પરંતુ વિદ્યાર્થી દ્વારા ફીની રકમના ચેકો આપ્યા હતાં. તેમ છતાં શાળાના સંચાલકો લીવીંગ સર્ટીફિકેટ આપવામાં બેદરકારી દાખવતા હતાં. સાહીલને બે વર્ષ અને છ મહિના થયા છતા હજુ લીવીંગ સર્ટી. ન આપી અભ્યાસથી વંચિત રાખનાર શાળાના સંચાલકો સામે આજે જિલ્લા શિક્ષણાધિકારીને સલીમભાઈ મુલ્લા દ્વારા આવેદનપત્ર આપી લીવીંગ સર્ટીફિકેટ કઢાવી આપવા અને શાળાના સંચાલકો વિરૂધ્ધ કાર્યવાહી કરવા માંગણી કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular