જામજોધપુર તાલુકાના જીણાવારી ગામ પાસેથી એસઓજીની ટીમે એનડીપીએસના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ રાજકોટ શહેરના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં વર્ષ 2020 માં નોંધાયેલા એનડીપીએસના ગુનામાં નાસતો-ફરતો પ્રવિણ ગોવિંદ કારેણા (રહે. ઘેલડા, તા.જામજોધપુર) નામનો શખ્સ જામજોધપુર પંથકમાં હોવાની એસઓજીના અરજણ કોડિયાતર, ઘનશ્યામ ડેરવાડિયા, દોલતસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા દિપન ભદ્રનની સુચનાથી પીઆઈ એસ.એસ. નિનામાના માર્ગદર્શન મુજબ પીએસઆઈ આર.વી. વીંછી, વી.કે.ગઢવી તથા એએસઆઈ મહેશભાઈ સવાણી, જ્ઞાનદેવસિંહ જાડેજા, હે.કો. બશીરભાઈ મલેક, અનિરૂધ્ધસિંહ ઝાલા, હિતેશભાઇ ચાવડા, ઘનશ્યામ દેરવાડિયા, મયુદીન સૈયદ, રમેશ ચાવડા, અરજણભાઈ કોડિયાતર, દિનેશભાઈ સાગઠિયા, રાયદેભાઈ ગાગિયા, પો.કો. દોલતસિંહ જાડેજા, સોયબ મકવા, સંજય પરમાર, રવિ બુજડ, લાલુભા જાડેજા, મહિલા પોલીસ કોન્સ્ટેબલ પ્રિયંકાબેન ગઢિયા, દયારામ ત્રિવેદી, સહદેવસિંહ ચૌહાણ સહિતના સ્ટાફે જીણાવારી ગામ પાસે આવેલી જંગલ ખાતાની રાવટી પાસેથી પ્રવિણ ગોવિંદ કારેણાને ઝડપી લઇ જામજોધપુર પોલીસને સોંપી આપ્યો હતો.