Saturday, December 6, 2025
Homeસમાચારરાષ્ટ્રીયકર્ણાટકમાં 40 થી 45 બેઠકો પર લડશે એનસીપી

કર્ણાટકમાં 40 થી 45 બેઠકો પર લડશે એનસીપી

કોંગ્રેસ નેતાઓ સાથે વિપક્ષી એકતાના નામે શરદ પવારની બેઠકના એક દિવસ બાદ તેમની પાર્ટી એનસીપીએ જાહેરાત કરી હતી કે તે આગામી મહિને કર્ણાટકમાં યોજાનાર વિધાનસભાની ચૂંટણીમાં ઝંપલાવી શકે છે. એનસીપી કર્ણાટકની વિધાનસભા ચૂંટણીમાં 40-45 બેઠકો પર ચૂંટણી લડવાની યોજના બનાવી રહી છે. અહીં ભાજપ, કોંગ્રેસ અને જેડીએસ વચ્ચે ત્રિકોણીય મુકાબલો છે. એનસીપી દ્વારા તાજેતરમાં તેનો રાષ્ટ્રીય દરજ્જો ગુમાવ્યા પછી લેવાયો છે. એનસીપી નેતા પ્રફુલ્લ પટેલે કહ્યું કે અમે અમારો રાષ્ટ્રીય દરજ્જો ફરી પ્રાપ્ત કરવા માટે પગલાં ભરવાની તૈયારી કરી રહ્યા છીએ. ચૂંટણીપંચે એનસીપીને કર્ણાટક ચૂંટણી માટે એલાર્મ ક્લોક સિમ્બોલની ફાળવણી કરી છે. એનસીપી મહારાષ્ટ્ર-કર્ણાટક સરહદી વિસ્તારમાં મહારાષ્ટ્ર એકીકરણ સમિતિ સાથે ગઠબંધન કરી શકે છે જે એક મોટી મરાઠી વસતીનું ઘર છે. એનસીપીની હાજરીથી તેની સહયોગી કોંગ્રેસના પ્રભાવિત થવાની સૌથી વધુ શક્યતા છે જે આ ચૂંટણીમાં તેની સંભાવનાઓ શોધી રહી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular