આ નવા સુધારાઓ અંતર્ગત હવે અંગ્રેજી પાઠ્યપુસ્તકો માટે વિદેશી લેખકોની જગ્યાએ ભારતીય શિક્ષણવિદો અને લેખકોને પ્રાથમિકતા આપવામાં આવી છે. ધોરણ 9ના નવા અંગ્રેજી પુસ્તકનું નામ “કાવેરી” રાખવામાં આવ્યું છે, જેમાં કુલ 16 અધ્યાય સામેલ છે, પહેલાં 29 અધ્યાય હતા. પહેલા 29 અધ્યાયોમાંથી 15 વિદેશી અથવા આંતરરાષ્ટ્રીય લેખકોની રચનાઓ હતી, જે હવે ઘટાડીને ભારતીય કથાઓ અને રચનાઓ પર ભાર મૂકવામાં આવ્યો છે.

હવે ભારતીય વિદ્યાર્થીઓએ અંગ્રેજી વિષયની પાઠ્યપુસ્તકોમાં ભારતીય જ્ઞાન પ્રણાલીઓ અને સ્વદેશી લખાણો પર વધુ ધ્યાન આપીને અભ્યાસ કરવો પડશે.શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ (NCERT) એ ધોરણ 9 માટેના અંગ્રેજી પાઠ્યપુસ્તકમાં મહત્વપૂર્ણ સુધારા કર્યા છે.
આ નવા સુધારાઓ અંતર્ગત હવે અંગ્રેજી પાઠ્યપુસ્તકો માટે વિદેશી લેખકોની જગ્યાએ ભારતીય શિક્ષણવિદો અને લેખકોને પ્રાથમિકતા આપવામાં આવી છે. ધોરણ 9ના નવા અંગ્રેજી પુસ્તકનું નામ “કાવેરી” રાખવામાં આવ્યું છે, જેમાં કુલ 16 અધ્યાય સામેલ છે, પહેલાં 29 અધ્યાય હતા. પહેલા 29 અધ્યાયોમાંથી 15 વિદેશી અથવા આંતરરાષ્ટ્રીય લેખકોની રચનાઓ હતી, જે હવે ઘટાડીને ભારતીય કથાઓ અને રચનાઓ પર ભાર મૂકવામાં આવ્યો છે.
પુસ્તકમાં નોંધપાત્ર છે કે રાજ્યસભાની નિમણૂંકિત સાંસદ અને લેખિકા સુધા મૂર્તિના લેખનનો પહેલો અધ્યાય સામેલ કરવામાં આવ્યો છે, જે તેમની 2004માં પ્રકાશિત પુસ્તક “How I Taught My Grandmother to Read and Other Stories” પર આધારિત છે. ઉપરાંત, મહાન ભારતીય સાહિત્યકારો રવિન્દ્રનાથ ટાગોર, તામિલ કવિ સુબ્રમણ્યભારતી, નાગા લેખિકા ટેમસુલા આઓ, અને આસમીયન નવલકથાકાર મિત્રા ફુકન જેવી રચનાઓ પણ સમાવિષ્ટ છે.
DDના એક અહેવાલ પ્રમાણે, આ નવી પુસ્તકો રાષ્ટ્રીય શાળા શિક્ષણ પઠ્યક્રમ ફ્રેમવર્ક 2023 અનુસાર તૈયાર કરવામાં આવી છે અને વિદ્યાર્થીઓને ભારતીય જ્ઞાન પ્રણાલી (IKS) પર આધારિત શીખવાનો અવસર આપશે. 16 અધ્યાયોમાંથી 8 અધ્યાય સંપૂર્ણ રીતે ભારતીય લેખકોની રચનાઓ પર આધારિત છે, જ્યારે છ અધ્યાય આંતરરાષ્ટ્રીય લેખકોના છે.
આ બદલાવથી વિદ્યાર્થીઓને તેમની માતૃભાષા અને સંસ્કૃતિ સાથે સંકળાયેલા સાહિત્ય અને જ્ઞાન પ્રણાલીઓ વિશે વધુ સમજ મળશે, અને શિક્ષણ વધુ સ્વદેશી દ્રષ્ટિકોણથી સમૃદ્ધ બનશે.