જામનગર જિલ્લાના ઝાખર ગામના સીમ વિસ્તારમાં આવેલી નયારા એનર્જી રિફાઇનરીમાં એલપીજી ટેન્કર ભરવા આવેલા ચાલકએ ફરજ પરના સિક્યોરિટી સાથે ગાળાગાળી કરી લાકડીના ધોકા વડે માર મારી પતાવી દેવાની ધમકીના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.

આ બનાવની વિગત મુજબ જામનગર જિલ્લાના ઝાખર ગામના સીમ વિસ્તારમાં આવેલી નયારા એનર્જી રિફાઇનરીના એનઇ ગેટ ઉપર ફરજ બજાવતા સિક્યોરિટી ગાર્ડ રવિન્દ્રકુમાર પારસસીંગ (ઉ.વ.33) નામના કર્મચારી સાથે મંગળવારે બપોરના સમયે એલપીજી ટેન્કર ભરવા આવેલા ખોડુભા દિલુભા જાડેજા નામના શખ્સએ રવિન્દ્રકુમાર સાથે ઉગ્ર બોલાચાલી કરી જેમ ફાવે તેમ ગાળાગાળી કરી હતી અને ત્યારબાદ લાકડાના ધોકા વડે આડેધડ માર મારી ઇજા પહોંચાડી હતી. ઉપરાંત સિકયોરિટી ગાર્ડને પતાવી દેવાની ધમકી પણ આપી હતી. આ બનાવ અંગેની જાણ કરાતા હે.કો. આર.એન.થાનકી તથા સ્ટાફએ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.


