Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરનવકાર ઇવેન્ટ દ્વારા જૈન ભાઈઓ તથા બહેનો માટે બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઇ

નવકાર ઇવેન્ટ દ્વારા જૈન ભાઈઓ તથા બહેનો માટે બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઇ

નવકાર ઇવેન્ટ દ્વારા ફક્ત જૈન ભાઈઓ તથા બહેનો માટે યોજાયેલ બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ તા. 18 એપ્રિલથી તા. 20 એપ્રિલ દરમિયાન ટ્વીન ટર્ફ, કેશવારાસ રેસ્ટોરન્ટની સામે આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટના પ્રાયોજકો કરણ દોશી, પાર્શ્વ શાહ અને પાર્થ મહેતા રહ્યા હતા.

- Advertisement -

ગત વર્ષની સફળતાને આધારે આ વર્ષે વધુ ટીમોની સાથે ટુર્નામેન્ટનું વિસ્તૃત આયોજન કરવામાં આવ્યું હતું. ભાઈઓની 16 ટીમો અને બહેનોની 6 ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ટુર્નામેન્ટ દરમિયાન સેમિફાઈનલ અને ફાઈનલ મુકાબલાઓ યોજાયા હતા, જેમાં ભાઈઓ વિભાગમાં વર્લ્ડ ક્લાસ અને બહેનો વિભાગમાં એન.એચ. થન્ડર્સ ટીમ વિજયી બની હતી.

આ કાર્યક્રમ દરમિયાન અનેક મહાનુભાવો હાજરી આપીને ખેલાડીઓના ઉત્સાહમાં વધારો કર્યો હતો. જેમાં ધારાસભ્ય શ્રીમતી રીવાબા જાડેજા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, ભાજપા શહેર અધ્યક્ષ બીનાબેન કોઠારી અને વોર્ડ નં. 9 ના કોર્પોરેટર ધીરેનભાઈ મોનાણી મુખ્ય આમંત્રિત તરીકે હાજર રહ્યા હતા.

- Advertisement -

આ સમગ્ર ઇવેન્ટના સફળ આયોજન માટે તમામ સ્પોન્સર્સ, બેનર અને જાહેરાત આપનાર શુભેચ્છકો તથા દ્રઢ કાર્ય કરનાર કાર્યકર મિત્રોનો આયોજકો એ આભાર વ્યકત કર્યો હતો

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular