Saturday, December 28, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં નેશનલ લોક અદાલત યોજાઈ

જામનગરમાં નેશનલ લોક અદાલત યોજાઈ

- Advertisement -

ગુજરાત રાજ્ય કાનુની સેવા સતા મંડળના ઉપક્રમે જામનગર જિલ્લા કાનૂની સેવા સતા મંડળના માર્ગદર્શન હેઠળ તાલુકા કાનૂની સેવા સમિતિ અને જામનગર બાર એસોસિએશનના સહયોગથી આજે જામનગરની ડીસ્ટ્રીકટ કોર્ટ ખાતે 8200 જેટલા દિવાની તથા ફોજદારી કેસોના નિકાલ માટે નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું.

- Advertisement -

આ લોક અદાલતના પ્રારંભે પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ જજ વી.જી.ત્રિવેદી, ગુજરાત રાજ્ય કાનૂની સેવા સતા મંડળના મેમ્બર સેક્રેટરી આર.એ. ત્રિવેદી, ફેમીલી કોર્ટના પ્રિન્સીપાલ જજ એમ.એ. સોની, એડીશનલ ડીસ્ટ્રીકટ જર્જ એમ.આર. ચૌધરી, જામનગર બાર એસોસિએશનના પ્રમુખ ભરતભાઈ સુવા, ડીજીપી જમનભાઈ ભંડેરી તથા એસોસિએશનના હોદ્ેદારો અને એડવોકેટ ઉપસ્થિત રહ્યા હતાં. દેશભરમાં કરોડો કેસ અદાલતોમાં પેન્ડીંગ રહ્યા છે અને વર્ષો સુધી ચાલતા કેસોના કારણે પેઢી દર પેઢી સુધી અદાલતના ધકકા ખાવા પડે છે. આ પરિસ્થિતિને કારણે સરકાર અને અદાલત દ્વારા પેન્ડીંગ કેસોનો ઝડપી નિકાલ માટે દેશભરમાં જિલ્લા મથકોએ લોકઅદાલતનું આયોજન કરવામાં આવે છે. જેમાં જુદાં-જુદાં પ્રકારના કેસોના નિકાલ માટેની કાર્યવાહી અંતર્ગત એક સાથે અનેક કેસોનો નિકાલ કરવામાં આવે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular