ઇન્ડિયન એસોસિએશન ઑફ ઑક્યુપેશનલ હેલ્થની 76મી રાષ્ટ્રીય કોન્ફરન્સ OCCUCON 2026 – JOSH Againનું ઉદ્ઘાટન 7 જાન્યુઆરી 2026ના રોજ પદમ બેન્ક્વેટ એન્ડ લોન, એરપોર્ટ રોડ, જામનગર ખાતે કરવામાં આવ્યું હતું.
ઉદઘાટન સમારોહમાં પી. એમ. શાહ, ડાયરેક્ટર, ઑફિસ ઑફ ધ ડાયરેક્ટર ઑફ ઇન્ડસ્ટ્રિયલ સેફ્ટી એન્ડ હેલ્થ, ગુજરાત સરકાર, મુખ્ય અતિથિ તરીકે તથા ડો. નંદિની દેસાઈ, ડીન, એમ. પી. શાહ ગવર્નમેન્ટ મેડિકલ કોલેજ, જામનગર, વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતાં. તેમની હાજરીએ ઉદ્ઘાટન સમારોહને વિશેષ મહત્તા અને ગૌરવ આપ્યું.
આ ઉદ્ઘાટન સમારોહમાં દેશ-વિદેશમાંથી 550થી વધુ પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતાં. જે કોન્ફરન્સના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહત્ત્વને દર્શાવે છે. OCCUCON 2026 નું આયોજન એસોસિએશન ઑફ ઑક્યુપેશનલ હેલ્થ, જામનગર બ્રાંચ દ્વારા 7 થી 10 જાન્યુઆરી 2026 દરમિયાન કરવામાં આવી રહ્યું છે. આ કોન્ફરન્સની થીમ વ્યવસાયિક આરોગ્ય, સુરક્ષા અને સુખાકારીનું પુન:પરિભાષન: વર્તમાન પડકારોનું માર્ગદર્શન અને ભવિષ્યના ઉકેલોનું ઘડતર છે.
કોન્ફરન્સના ભાગરૂપે 7 જાન્યુઆરી 2026ના રોજ પૂર્વ-પરિસંવાદ વર્કશોપ્સ પણ સફળતાપૂર્વક સંપન્ન થયા, જેનાથી કોન્ફરન્સની પ્રવૃત્તિઓની ઊર્જાભરેલી અને જ્ઞાનસભર શરૂઆત થઈ હતી.
OCCUCON 2026માં પૂર્વ-પરિષદ વર્કશોપ્સ, 44 મહેમાન વક્તાઓના સત્રો અને સિમ્પોઝિયમ, 5 મુખ્ય પ્રવચન સત્રો તથા પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો દ્વારા 7 ગૌરવપૂર્ણ ઓરેશનો યોજાશે. ઉપરાંત, વ્યવસાયિક આરોગ્ય નિષ્ણાતો દ્વારા 106 વૈજ્ઞાનિક સંશોધન પેપર્સ અને ઇ-પોસ્ટર રજૂ કરવામાં આવશે.
કોન્ફરન્સની સાથે ઔદ્યોગિક પ્રદર્શનની પણ શરૂઆત થઈ છે, જેમાં ઑક્યુપેશનલ હેલ્થ અને સેફ્ટી ક્ષેત્રની નવીનતમ ટેકનોલોજી અને સાધનો પ્રદર્શિત કરવામાં આવી રહ્યા છે. કુલ મળીને 80થી વધુ પ્રતિષ્ઠિત નિષ્ણાતો કોન્ફરન્સ દરમિયાન પોતાના અનુભવ અને વિચારો રજુ કરશે.
ઓવરઓલ કોન્ફરન્સ ડિરેક્ટર ડો. આર. રાજેશ, ઓર્ગેનાઇઝિંગ ચેરપર્સન ડો. કિર્તિ ચુડાસમા અને ઓર્ગેનાઇઝિંગ સેક્રેટરી ડો. ભાવેશ ખોડાડિયાના સશક્ત નેતૃત્વ હેઠળ સમગ્ર આયોજન સમિતિ OCCUCON 2026ની સફળતા સુનિશ્ચિત કરવા માટે સંપૂર્ણ સમર્પણ અને પ્રતિબદ્ધતા સાથે કાર્ય કરી રહી છે.
કોન્ફરન્સનું સફળ ઉદ્ઘાટન આગામી દિવસોના કાર્યક્રમો માટે એક સકારાત્મક અને પ્રેરણાદાયક માહોલ ઊભો કરે છે અને દેશના ઑક્યુપેશનલ હેલ્થ, સેફ્ટી અને વેલબીઇંગ ક્ષેત્રના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે તેવી અપેક્ષા છે.


