Saturday, December 21, 2024
Homeરાજ્યજામનગરજામનગરની ગર્વમેન્ટ ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલને ISP દ્વારા રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ

જામનગરની ગર્વમેન્ટ ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલને ISP દ્વારા રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ

વર્લ્ડ ઓરલ હેલ્થ ડે ની ઉજવણી નિમિતે પેઢા વિભાગે 1558 દર્દીઓનું ઓરલ હેલ્થ ચેકઅપ કરી દેશભરની ડેન્ટલ કોલેજોમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું

- Advertisement -

ઇન્ડિયન સોસાયટી ઓફ પેરીઓડોંટોલોજી દ્વારા વર્લ્ડ ઓરલ હેલ્થ ડેની ઉજવણીના ભાગરૂપે 10 દિવસ સુધી દેશભરની ડેન્ટલ કોલેજોમાં વિવિધ સ્પર્ધાઓ જેવીકે રંગોળી, ક્વિઝ, સ્કિટ, પોસ્ટર, ટી-શર્ટ પેઇન્ટિંગ, ફ્લેશ મોબ્સ, ડેન્ટલ ચેકઅપ અને સ્ક્રિનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાઓમાં દેશભરની 148 થી વધારે ડેન્ટલ કોલેજોએ ભાગ લીધેલ હતો.

- Advertisement -

આ સ્પર્ધામાં જામનગરની ગર્વમેન્ટ ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલના ડોકટર સ્ટાફ તથા અભ્યાસ કરતા યુજી-પીજીના વિદ્યાર્થીઓ દ્વારા પણ ડિન ડો.નયના પટેલના માર્ગદર્શન હેઠળ વિશ્વ ઓરલ હેલ્થ દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને ઇન્ડિયન સોસાયટી ઓફ પેરીઓડોંટોલોજી (ISP) દ્વારા આયોજિતસ્પર્ધાઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ હતો. આયોજિત સ્પર્ધાઓમાંથી ડેન્ટલ ચેકઅપ અને સ્ક્રીનિંગ કેમ્પ સ્પર્ધામાં ગર્વમેન્ટ ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલના પેઢા વિભાગ દ્વારા કુલ 1558 દર્દીઓનું ઓરલ હેલ્થ ચેકઅપ કરી, દેશભરની ડેન્ટલ કોલેજોમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી જામનગરનું ગૌરવ વધાર્યું છે.

જે અનુસંધાને તાજેતરમાં અમૃતસર ખાતે આયોજિત ઇન્ડિયન સોસાયટી ઓફ પેરીઓડોંટોલોજીની વાર્ષિક નેશનલ કોન્ફરન્સમાં જામનગરની ગર્વમેન્ટ ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલના પેઢા વિભાગની ટિમ ડો.નયના પટેલ, ડો.રાધા વાછાણી, ડો.નિશા વર્લિયાની, ડો.ગૌરવ બકુત્રા, ડો.અંકિત સંત, ડો.વશીષ્ઠ વ્યાસ, ડો.જલ્પક શુક્લા, ડો.ઉમેદ ચેતરીયા તથા પોસ્ટગ્રેજયુએટ વિદ્યાર્થીઓને પ્રશસ્તિપત્ર અને પરિતોષિક એનાયત કરી સન્માન કરવામાં આવ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular