ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના આદેશ અનુસાર જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ જામનગર દ્વારા તા.9 માર્ચના રોજ જામનગર જિલ્લાની તમામ કોર્ટોમાં ફોજદારી સમાધાનપાત્ર કેસ, નેગોશિયેબલ ઈન્સ્ટુમેન્ટ એકટની કલમ 138 મુજબના ચેકના કેસ, બેંક રીકવરી દાવા, એમ.એ.સી.પી.ના કેસ, લેબર તકરારના કેસ, લગ્ન વિષયક તકરારના કેસ, વીજળી અને પાણી બીલ (સમાધાન પાત્ર ન હોય તે સિવાય)ના કેસ, કૌટુંબિક તકરાર કેસ, જમીન સંપાદનના કેસ, સર્વિસ મેટરના પે અને એલાઉન્સીસ અને નિવૃત્તિના લાભના કેસ, રેવન્યુ કેસ (ડિસ્ટ્રીકટ કોર્ટ અને હાઈકોર્ટમાં પેન્ડીંગ હોય તે જ, અન્ય સિવિલ કેસ (ભાડુઆત, સુખાધિકાર હકક, મનાઈ હુકમના દાવા, સ્પેસિફિક પરફોર્મન્સ) વગેરેના કેસો માટેની નેશનલ લોક અદાલતનું તા.9-03-2024 ના રોજ નાલ્સાના એકશન પ્લાન મુજબ આયોજન કરાયું છે. આથી જામનગર જિલ્લાની તમામ જાહેર જનતા તથા પક્ષકારોને જણાવવાનું કે, તેઓના પેન્ડીંગ કેસોમાં સમાધાનથી તકરારનું નિરાકરણ કરવા તેઓના વિગેર વકીલ મારફતે જે-તે કોર્ટમાં કેસ પેન્ડીંગ હોય તે કોર્ટને કેસ લોક અદાલતમાં મૂકવા સંપર્ક કરવો. લોક અદાલતમાં તકરારના સમાધાન માટે એક સુખદ નિવારણમાં ફોરમ છે. જેમાં પક્ષકાર સમાધાનથી કેસનો નિકાલ લાવી શકે છે. અને તેનાથી પક્ષકારની ઝડપી ન્યાય મળી શકે છે. વધુમાં લોક અદાલતના માધ્યમથી કેસમાં સમાધાન કરવાથી લોકોને આર્થિક નુકસાની અને સમયની બચત થાય છે. લોક અદાલત અંગે કોઇ પણ માહિતી મેળવવા જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ જામનગરનો ફોન નં.2550106 ઉપર કરવો તેમજ દરેક જિલ્લા / તાલુકા કક્ષાની કોર્ટમાં કેસ પેન્ડીંગ હોય તો જે-તે જિલ્લા / તાલુકા કોર્ટનો સંપર્ક કરવો.