ભારતમાં બુધવારે પુન: 40 હજારથી વધુ, 41,965 નવા દર્દી સામે આવ્યા હતા તો સારવાર લેતા દર્દીઓનો આંક પણ પોણા ચાર લાખને આંબી જતાં ઉચાટ ફેલાયો છે.
દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા 3 કરોડ 28 લાખ, 10,845 થઈ ગઈ છે. તો વધુ 460 દર્દીનું આયુષ્ય કોરોનાએ ટુંકાવતાં કુલ 4,39,020 દર્દી જાન ગુમાવી ચૂક્યા છે. છેલ્લા 24 કલાકમાં 7541 કેસોના વધારા બાદ સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા વધીને 3,78,181 પર પહોંચી ગઈ છે. કુલ સંક્રમિતોની સંખ્યા સામે સક્રિય કેસોનું પ્રમાણ વધીને 1.15 ટકા થઈ ગયું છે. કોરોનાથી મૃત્યુદર 1.34 ટકા છે.
દેશના વિવિધ ભાગોમાં 24 કલાક દરમ્યાન વધુ 33,964 દર્દી ઘાતક વાયરસ સામે જંગ જીતી જતાં કુલ 3 કરોડ 19 લાખ, 93,644 દર્દી સાજા થઈ ચૂક્યા છે.
વિશ્ર્વ સ્વાસ્થ્ય સંગઠને કહ્યું છે કે તેમના વૈજ્ઞાનિકો મુ નામના એક નવા પ્રકારનાકોરોના વેરિયેન્ટ ઉપર અભ્યાસ કરી રહ્યા છે. જેની ઓળખ પહેલી વખત જાન્યુઆરી 2021માં કોલંબિયામાં કરવામાં આવી હતી. આ વેરિયેન્ટને વૈજ્ઞાનિક રીતે બી.1.621ના રૂપમાં ઓળખવામાં આવે છે. સ્વાસ્થ્ય સંગઠને પોતાના સાપ્તાહિક મહામારી બુલેટિનમાં નવા વેરિયેન્ટ અંગે જાણકારી જારી કરી હતી.
સ્વાસ્થ્ય સંગઠનના કહેવા પ્રમાણે વેરિયેન્ટમાં મ્યુટેશન છે જેરસીને બેઅસર કરવાના સંકેત આપી રહ્યા છે.
વેરિઅન્ટમાં મ્યૂટેશન: વેકસીન બેઅસર થવાનો સંકેત: WHOનું નિવેદન
દેશમાં રસીકરણના કુલ 65 કરોડ ડોઝ અપાયા