જામનગર શહેરમાં કાલાવડનાકા બહાર આવેલી સનમ સોસાયટીમાં રહેતા મુસ્લિમ યુવકે તેના ઘરે અગમ્યકારણોસર ગળેફાંસો ખાઇ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબજો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આપઘાતના બનાવની વિગત મુજબ જામનગર શહેરના કાલાવડનાકા બહારના વિસ્તારમાં એસ.ટી. ડિવિઝનની સામે આવેલી સનમ સોસાયટીમાં રહેતા આશિફ ઉંમરભાઇ શેખ (ઉ.વ.24) નામના મુસ્લિમ યુવકે તેના ઘરે કોઇ અગમ્યકારણોસર ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. આ બનાવની જાણ મૃતકની માતા ફરિદાબેન દ્વારા કરાતાં પીએસઆઇ એન.એન. રાઠોડ તથા સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતાં અને સ્થળ પરથી મૃતદેહનો કબજો સંભાળી પીએમ માટે મોકલી આત્મહત્યાનું કારણ જાણવા તપાસ આરંભી હતી.