મુસ્લિમોના પવિત્ર માસ રમઝાન દરમ્યાન જામનગર શહેરના પાંચ હાટડી વિસ્તારમાં ખાણી-પીણીના ધંધાર્થીઓએ ધંધા-રોજગાર મોડે સુધી ખુલ્લા રાખ્યા હતા. આ દરમ્યાન જામનગર સિટી ‘એ’ ડિવિઝન પોલીસ મથક દ્વારા નાના વેપારીઓને સારો સાથ સહકાર મળ્યો હતો. આ સરાહનિય કામગીરી બદલ ઇદ-ઉઇ-ફિત્ર નિમિત્તે સિટી ‘એ’ ડિવિઝન ખાતે જઇ પીઆઇ નિકુંજસિંહ ચાવડા અને સ્ટાફનો આભાર માન્યો હતો.

આ તકે જુમ્મા મસ્જીદ ટ્રસ્ટ બોર્ડના પ્રમુખ હાજી અબ્દુલરશીદભાઇ લુશવાલા, મુસ્લિમ મહિલા અગ્રણી ગુજરાત કોંગ્રેસ મહામંત્રી સહારાબેન મકવાણા, બુલંદી ગ્રુપના પ્રમુખ અસલમભાઇ સોરા, મોહસિનભાઇ ખફી (પ્રમુખ – વોર્ડ નં. 12 કોંગ્રેસ) કસાઇ સમાજના અગ્રણી નૂરમામદભાઇ સમા, બાબરભાઇ લાખા, જુમ્મા મસ્જીદ ટ્રસ્ટ બોર્ડના ટ્રસ્ટી મુસ્તાકભાઇ ખફી, રિયાઝભાઇ મકરાણી સહિત પાંચ હાટડી વિસ્તારના વેપારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
View this post on Instagram


