જામનગરમાં સ્વણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની વર્ષ 2021- 22 ની આંતરમાળખાકીય સુવિધાની ગ્રાન્ટ અંતર્ગત વોર્ડ નં.11 મહાપ્રભુજીની બેઠક પાસે બજરંગ સોસાયટીમાં સીસી રોડ/રીટેઇનીંવ વોલ બનાવવાના કામનું ખાતમુહૂર્ત જામનગરના ઉત્તરના ધારાસભ્ય રીવાબા જાડેજા દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જામનગરના પ્રથમ નાગરિક મેયર બીનાબેન કોઠારી, શહેર ભાજપા પ્રમુખ વિમલભાઈ કગથરા, ડે.મેયર તપનભાઈ પરમાર, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન મનિષભાઈ કટારીયા, શાસક પક્ષ નેતા કુસુમબેન પંડયા, કોર્પોરેટર ધર્મરાજસિંહ જાડેજા, મહામંત્રી મેરામણભાઈ ભાટુ, પ્રકાશભાઈ બાંભણિયા, વિજયસિંહ જેઠવા, પૂર્વ શહેર ભાજપા પ્રમુખ નિલેશભાઈ ઉદાણી, ભાજપ અગ્રણી હિનલભાઇ વિરસોડીયા ઉપરાંત વોર્ડના કોર્પોરેટરો, વોર્ડના પ્રમુખ, આગેવાનો તથા કાર્યકર્તાઓ હાજર રહ્યાં હતાં.