Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરસાંસદની રજૂઆતને સફળતા,જામનગર-સમાણા ફુલનાથ રોડના કામોને સૈધ્ધાંતિતક મંજુરી

સાંસદની રજૂઆતને સફળતા,જામનગર-સમાણા ફુલનાથ રોડના કામોને સૈધ્ધાંતિતક મંજુરી

મુખ્યમંત્રીનો આભાર વ્યકત કરતાં સાસંદ પૂનમબેન માડમ

- Advertisement -

જામનગર-સમાણા ફુલનાથ રોડના કામોને સૈધ્ધાંતિક મંજૂરી મળતા હાલારના સાંસદ પૂનમબેન માડમે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલનો આભાર વ્યકત કર્યો હતો.

- Advertisement -

જામનગર સંસદીય મતવિસ્તારના જામનગર જીલ્લાના જામનગર-સમાણા ફુલનાથ રોડ ખૂબ જ મહત્વનો હોય, જામનગર થી સમાણા-જામજોધપુર જતો આ રસ્તો ખૂબ જ ટ્રાફિક ધરાવે છે, જે રસ્તાની અગત્યતા ધ્યાને લઈ આ રસ્તાને 10 મીટર પહોળો કરી મજબુતીકરણ સામે સ્ટ્રક્ચર રીકન્સ્ટ્રકશન સાથે સી.સી.રોડના આનુસાંગીક કામગીરી કરવા બાબતે સાંસદ પુનમબેન માડમ દ્વારા સરકારમાં રજુઆત કરવામાં આવી હતી, જે કામ માટે સરકારએ રૂમ. 94.40 કરોડ ના કામને સૈધ્ધાંતિક મંજુરી આપી છે. આ મહત્વના રસ્તાને મુખ્યમંત્રી દ્વારા સૈધ્ધાંતિક મંજુરી મળતા જનસુવિધાના આ મહત્વના રસ્તાના આ કામ માટેની આ ભારપૂર્વકની રજુઆતને અનુલક્ષીને આ કામ મંજુર થતા સંસદસભ્ય પૂનમબેન માડમએ ુખ્યમંત્રી પેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યક્ત કર્યો છે. સાંસદની અસરકારક આ રજુઆત સફળ રહેતા જામનગર સંસદીય મતવિસ્તારના લોકોએ સાંસદ પૂનમબેન માડમનો આભાર વ્યકત કર્યો હતો.

જામનગર સંસદસભ્ય પૂનમબેન માડમના પ્રવાસથી જામનગર-સમાણા ફુલનાથ રોડ પહોળો કરી મજબુતીકરણ સાથેના આ કામ માટે રૂા.94.40 કરોડના રસ્તાના આ વિકાસ કામને સૈધ્ધાંતિક રીતે મંજુર થતા લગત વિસ્તારોના ગામો માટે પરિવહન અને આવન-જાવન માટે ખૂબ સાનુકુળતા બની રહેશે. આ માટે સંસદસભ્ય પુનમબેન માડમએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યકત કર્યો છે.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular