ભાજપનો મજબૂત ગઢ બની ગયેલા જામનગર શહેરની બન્ને બેઠકો પર ગઇકાલે ભાજપના બન્ને ઉમેદવાર જંગી અને ઐતિહાસિક લીડથી ચૂંટાઇ આવ્યા બાદ જામનગરના સાંસદ અને પક્ષના સિનીયર અને અનુભવી નેતા પૂનમબેન માડમે બન્ને જિતેલા ઉમેદવારો દિવ્યેશ અકબરી અને રિવાબા જાડેજાને અભિનંદન સાથે સફળતાના આશિર્વાદ પાઠવ્યા હતા. જામનગરમાં ભાજપની પ્રચંડ જિતમાં સાંસદ પૂનમબેનની સાંસદ તરીકેની કામગીરી અને રાજકીય કુનેહની મહત્વની ભૂમિકા રહી છે.