જામનગરની એમ.પી. શાહ મેડીકલ કેન્ટીનનો મામલો સને-2006 થી વિવાદમાં પરિણમ્યો છે. કેન્ટીનની માલિકી સરકારની હોવાના કારણે રમેશચંદ્ર એન્ડ કાં.ના નામથી સંચાલન કરતાં વિનોદચંદ્ર કનખરાને વિના કારણે ડે.ક્લેક્ટર દ્વારા કેન્ટીન ખાલી કરવાના મામલે ધ ગુજરાત પબ્લીક પ્રીમાઈસીસ (અન ઓથોરાઈઝ્ડ ઓક્યુપાન્ટ્સ) એકટ, 1972 ના કાયદાનો દુરૂપયોગ કરી દિન-1 માં કેન્ટીન ખાલી કરવાનો જોહુકમી ભર્યા હુકમ કરતાં અદાલતે અગાઉની ચાલુ કાર્યવાહીના કામે પ્રકરણની ગંભીરતાને ઘ્યાને લઈ વીડીયો કોન્ફરન્સ થી સુનાવણી હાથ ધરી ન્યાયના હિતને લક્ષમાં લઈ તૂર્ત જ તા.28 એપ્રિલ સુધી કામચલાઉ સ્ટે ઓર્ડર ફરમાવ્યો હતો.
જે અંગે આજે એસ.ડી.એમ આસ્થા ડાંગર તેમજ પોલીસ અધિકારીઓ દ્વારા આ કેન્ટીન ખાલી કરાવવામાં આવી હતી.