હોળીના તહેવાર ફાગણસુદ પૂનમના દિવસે શ્રી દ્વારકાધીશ ભગવાન શ્રી કૃષ્ણના દર્શનાર્થે હજારોની સંખ્યામાં શ્રધ્ધાળુ ભકતો પગપાળા ચાલીને દર્શનાર્થે જાય છે. આ પદયાત્રીઓ દિવસ-રાત્રીના ધોરીમાર્ગ ડાબી તરફ ચાલીને જતા હોય છે. જેથી પાછળથી આવતા વાહનોની ગતી અને દિશાનો ખ્યાલ હોતો નથી તેમજ ઝાંકળ સહિતના વિપરીત સંજોગોના કારણે પદયાત્રીઓને અકસ્માત ઈજા અને અમુક કિસ્સામાં પદયાત્રીઓના મૃત્યુ થાય છે, જે નિવારવા માટે રોડ રેગ્યુલેશન એકટની જોગવાઈ ‘ડ્રાઈવ ઈન લેફ્ટ વોક ઈન રાઈટ’ ની અમલવારી રાખવા તેમજ પદયાત્રીઓને પગપાળા ચાલતા સમયે આગળ ભાગે સફેદ રંગના અને પીઠના ભાગે લાલ રંગના ચળકતા પોષાક પહેરીને ચાલવા સમજુતી આપવા તેમજ પદયાત્રીઓની સુરક્ષા તથા સલામતી જળવાઈ રહે અને પદયાત્રીઓ સાથે થતા અકસ્માત નિવારવા જરૂરી પગલાં લઈ સુચારૂ વ્યવસ્થા ગોઠવવા માટે સાંસદ પૂનમબેન માડમએ જામનગર તથા દેવભૂમિ દ્વારકા જીલ્લાના કલેકટર તથા પોલીસ અધિક્ષકને લેખીત રજુઆત કરી છે.