Wednesday, February 11, 2026
Homeરાજ્યજામનગરજામ્યુકોના આદર્શ સ્મશાનની અંતિમક્રિયાની વિનામૂલ્યે સુવિધાને આવકારતા સાંસદ પૂનમબેન માડમ

જામ્યુકોના આદર્શ સ્મશાનની અંતિમક્રિયાની વિનામૂલ્યે સુવિધાને આવકારતા સાંસદ પૂનમબેન માડમ

જામનગર શહેરમાં આવેલ આદર્શ સ્મશાનમાં અંતિમક્રિયાની સુવિધા વિનામૂલ્યે થાય તે માટે જામનગર મહાનગરપાલિકા દ્વારા કરાયેલ ખાસ જોગવાઇને સાંસદ પૂનમબેન માડમએ આવકારી છે. આ અંગે તેમણે પણ જામનગર મહાનગરપાલિકાને સૂચન કર્યું હતું.

- Advertisement -

સાંસદ પૂનમબેન માડમે જણાવ્યું છે કે, જામ્યુકોના બજેટ 2026-’27 અંગે નગરની સુવિધાઓ વધારવા અન્ય મહત્વની જોગવાઇઓ સાથે સાથે માનવીય સંવેદનાનું સાંસદ પૂનમબેન માડમનું સુચન ગ્રાહ્ય રાખી જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશને આદર્શ સ્મશાનની અંતિમક્રીયા સુવિધા વિનામુલ્યે મળશે તે જોગવાઇ જાહેર કરી છે.

જામનગરના વિકાસની હરણફાળ અને હોલીસ્ટીક વે થી ઇઝ ઓફ લીવીંગ સાથે સાથે સંકટની ઘડીએ સ્વજનોની સાથે ઉભા રહેવાનુ સુચન અને તેની સ્વીકૃતિ કરી બજેટમાં વિશેષ જોગવાઇઓ એ બંને બાબતોએ જામનગરવાસીઓની સંવેદનાને સાનુકુળ બાબતો ગણવામાં આવે છે. જે અંગે શહેરના નાગરીકોના સકારાત્મક પ્રતિભાવ મળ્યા છે. આ સંવેદનાસભર સૂચન સ્વીકારી બજેટમાં આ સુવિધાની ખાસ જોગવાઇઓ કરવામાં આવતા સાંસદ પુનમબેન માડમએ આવકારેલ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular