Friday, March 13, 2026
Homeરાજ્યજામનગરસાંસદ પૂનમબેન માડમ દ્વારા હાલારના પત્રકારોને સંસદ ભવનની મુલાકાત કરાવાઇ

સાંસદ પૂનમબેન માડમ દ્વારા હાલારના પત્રકારોને સંસદ ભવનની મુલાકાત કરાવાઇ

દિલ્હી આવગમન સહિતની વ્યવસ્થા તેમજ તેમના સંસદીય નિવાસ સ્થાને પારીવારીક માહોલનો અવસર : કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયા, ફિલ્મી અભિનેત્રી અને સાંસદ કંગના રાણોત, પુરૂષોતમ રૂપાલા સાથે મુલકાત કરાવાઇ : ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત કોઇ સાંસદ દ્વારા આટલી વિશાળ સંખ્યામાં પત્રકારોને સંસદ ભવન લઇ જવાયા

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના પત્રકારોએ સાંસદ પૂનમબેન માડમ સાથે દિલ્હી સંસદ ભવનની મુલાકાત કરી હતી. સાંસદ પૂનમબેન માડમે પત્રકારોને નવા અને જુના બન્ને સંસદ ભવનની મુલાકાત કરાવી હતી. તેમજ કેન્દ્રીય મંત્રી સહિતના સાથે પણ પત્રકારોની મુલાકાત કરાવી હતી. આ તકે પત્રકારોએ પણ આનંદની લાગણી અનુભવી સાંસદનો આભાર વ્યકત કર્યો હતો.

- Advertisement -

12 જામનગર લોકસભા ક્ષેત્ર (જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લા)ના પ્રિન્ટ, ઇલેકટ્રોનીક, સોશ્યલ અને ડીઝીટલ સહિતના માઘ્યમોના પત્રકારોને સાંસદ પૂનમબેન માડમ દિલ્હીના પ્રવાસે લઇ ગયા હતાં. સાંસદ પૂનમબેન માડમની આ પત્રકાર જગત માટેની પ્રેરણાદાયી અને ગૌરવપૂર્ણ પહેલ થકી હાલારના પત્રકારોએ દિલ્હીનો પ્રવાસ કર્યો હતો. આ પ્રવાસ દરમિયાન નવી દિલ્હી ખાતે ભારતની લોકશાહીના મંદિર ‘સંસદ ભવન અને સંવિધાનસદન’ની મુલાકાત કરવામાં આવી હતી સાંસદ પૂનમબેન માડમે સંસદની કાર્યપઘ્ધતિ, ઐતિહાસીક મહત્વ, નવા સંસદ ભવનની રચના સહિતની બાબતો અંગે જાણકારી આપી હતી. તમામ પત્રકારોએ લોકસભા ખાતે ચાલી રહેલ સત્ર પણ નિહાળ્યું હતું. પત્રકારોએ સંસદની ભવ્યતા તેમજ સંસદની કામગીરીને નજીકથી નિહાળી હતી.

પત્રકારોના દિલ્હી પ્રવાસ દરમિયાન સાંસદ પૂનમબેન માડમ દ્વારા નવા અને જુના બન્ને સંસદ ભવનની પત્રકારોને મુલાકાત કરાવી હતી. આ દરમિયાન સાંસદ પૂનમબેન માડમ દ્વારા પત્રકારોને કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયા ઉપરાંત પુરૂષોતમભાઇ રૂપાલા, જાણીતા ફિલ્મ અભિનેત્રી અને સાંસદ કંગના રાણોત સાથે પણ મુલાકાત કરાવી હતી. લોકશાહી અને જનતા વચ્ચે સંવાદ મજબૂત કરવાના સ્તંભની વ્યવસ્થાને ભવ્યતાને નિહાળી પત્રકારોએ બંધારણ પાલન-જતનના સર્વોચ્ચધામ પ્રત્યે આદર વ્યકત કર્યો હતો.

- Advertisement -

ઉલ્લેખનીય છે કે ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત કોઇ સાંસદે મોટી સંખ્યામાં પત્રકારોને સંસદ ભવન લઇ ગયા હતાં. 4 દિવસના દિલ્હી પ્રવાસ દરમિયાન 160 જેટલા પત્રકારોને આગમન સહિતની સુચારૂ વ્યવસ્થા સાંસદ પૂનમબેન માડમ દ્વારા કરવામાં આવતા પત્રકારોએ હર્ષની લાગણી અનુભવી હતી. અને સાંસદના આ પ્રેરણાદાયી પહેલને આવકારી સાંસદનો આભાર વ્યકત કર્યો હતો. સંસદભવનની સાથે સાથે દિલ્હી દર્શન પણ પત્રકારોએ કર્યા હતાં.

સાંસદ પૂનમબેન માડમના વિશેષ આત્મીય આવકાર સાથે તેમના સંસદીય નિવાસ સ્થાને પારીવારીક માહોલની મુલાકાત પત્રકારો માટે પ્રેરણાદાયી અને અવિસ્મરીયણ અનુભૂતી બની હતી. રાષ્ટ્રીય સ્તરના આગેવાનો સાથે સાંસદ પૂનમબેનના પ્રયાસથી મળેલી મુલાકાતની તક પત્રકારો માટે યાદગાર ક્ષણ રહી હતી. હાલારના પત્રકારોએ સંસદના આ પ્રયાસથી હર્ષની લાગણી અનુભવી સાંસદનો આભાર વ્યકત કર્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular