જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં દર્દીઓને લાવવા અને લઇ જવા માટે એમ્બ્યુલન્સની સુવિધા ન હોય પ્રવર્તમાન કોવિડ-19ની પરિસ્થિતિમાં ગ્રામ્ય વિસ્તારમાંથી આરોગ્ય કેન્દ્ર કે જિલ્લા કક્ષાએ આવેલ હોસ્પિટલમાં પહોંચાડવામાં મુશ્કેલી ન પડે તે માટે જામનગર જિલ્લાના વાંસજાળીયા (જામજોધપુર), મોટા પાંચદેવડા (કાલાવડ), જાલીયા દેવાણી (ધ્રોલ) અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના લાંબા (કલ્યાણપુર) એમ ચાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો માટે એમ્બ્યુલન્સ માટે સંસદસભ્ય પૂનમબેન માડમ દ્વારા ગ્રાન્ટમાંથી રૂા. 50 લાખની ગ્રાન્ટ ફાળવેલ છે અને વહીવટી તંત્રને આ એમ્બ્યુલન્સો તાત્કાલિક ધોરણે જે તે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ઉપર પહોંચાડવા સૂચના આપેલ છે.
કોરોનાની મહામારીને અનુલક્ષીને સંસદસભ્ય પૂનમબેન માડમના પ્રયત્નોથી લતીપુર તથા ભાડથર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં અને જોડિયા સામુહિક આરોગ્ય કેન્દ્રને તાકિદના ધોરણે એમ્બ્યુલન્સ પુરી પાડવામાં આવેલ છે.