Sunday, December 22, 2024
Homeરાજ્યગુજરાતકેન્દ્ર સરકારના ડીએપી ખાતરમાં સબસીડીનો નિર્ણયને આવકારતાં સંસદસભ્ય પૂનમબેન માડમ

કેન્દ્ર સરકારના ડીએપી ખાતરમાં સબસીડીનો નિર્ણયને આવકારતાં સંસદસભ્ય પૂનમબેન માડમ

- Advertisement -

ડીએપી ખાતરની કિંમતમાં થયેલ વધારાના મુદે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને યોજાયેલ ઉચ્ચસ્તરીય કમિટીની બેઠકની ચર્ચામાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ ડીએપીમાં વપરાતા ફોસ્ફોરીક એસીડ, એમોનીયા વગેરેની કિંમતમાં 60 થી 70 ટકા વધારો થવાથી ખાતરની કિંમતમાં વધારો થયેલ છે અને તેના કારણે ડીએપી ખાતરની બેગની વાસ્તવિક કિંમત રૂા. 2400 છે જેમાં રૂા. 500 સબસીડી આપીને રૂા. 1900માં વેચવામાં આવે છે. વડાપ્રધાનએ ખેડૂતોને જુના ભાવે જ ખાતર મળવું જોઇએ. તેવું ભારપૂર્વક જણાવતા બેઠકમાં હાલ મળતી સબસીડીની રકમમાં 140 ટકા વધારો કરવાનો મહત્વનો નિર્ણય કરવામાં આવેલ અને તેના કારણે હવે ડીએપી ખાતરની બેગ ખેડૂતોને રૂા. 1200માં મળશે. ડીએપી વધારાનો ખર્ચ કરશે. કેન્દ્ર સરકારના આ કિસાનલક્ષી નિર્ણયથી જગતના તાત ખેડૂતોને મોટી રાહત મળેલ છે. જે માટે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતો વતી સંસદસભ્ય પૂનમબેન માડમએ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી, ભારત સરકારના કૃષિમંત્રી નરેન્દ્રસિંઘ તોમર, રાજ્યકૃષિ મંત્રી પરસોતમભાઇ રૂપાલા તથા મનસુખભાઇ માંડવીયાનો આભાર વ્યક્ત કર્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular