Sunday, December 22, 2024
Homeરાજ્યસાંસદ પૂનમબેન માડમના હસ્તે જોડિયા સરકારી હોસ્પિટલને એમ્બ્યુલન્સનું લોકાર્પણ

સાંસદ પૂનમબેન માડમના હસ્તે જોડિયા સરકારી હોસ્પિટલને એમ્બ્યુલન્સનું લોકાર્પણ

- Advertisement -

જામનગર જિલ્લાના જોડિયા તાલુકા મથકે આવેલ સરકારી હોસ્પિટલમાં એમ્બ્યુલન્સની સુવિધા ન હોવાની વિગતો સ્થાનિક આગેવાન કાર્યકરો દ્વારા સંસદસભ્ય પૂનમબેન માડમને કરવામાં આવી હતી. જેના બે દિવસમાં જ પૂનમબેન માડમ દ્વારા નવી એમ્બ્યુલન્સની વ્યવસ્થા ગોઠવીને તા. 7ના રોજ લોકાર્પણ સંસદસભ્ય પૂનમબેન માડમ દ્વારા જોડિયા સરકારી હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું. આ તકે જામનગર ગ્રામ્ય વિસ્તારના ધારાસભ્ય રાઘવજીભાઇ પટેલ, પૂર્વ ધારાસભ્ય મેઘજીભાઇ ચાવડા, જામનગર જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઇ ચનીયારા, જોડિયા તાલુકાના પ્રમુખ ભરતભાઇ દલસાણીયા, જોડિયા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ઘનશ્યામભાઇ રાઠોડ, જિલ્લા પંચાયતના સભ્ય ચંદ્રીકાબેન જેઠલાલ અઘેરા, જોડિયા સરપંચ અને જામનગર જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મણવર હોસ્પિટલના ડો. કુમાર, ડો. ડાંગર તથા આજુબાજુના ગામના આગેવાનો હાજર રહ્યાં હતાં અને પૂનમબેન માડમના હસ્તે લીલીઝંડી આપીને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. નવી એમ્બ્યુલન્સની આશરે રૂા. 17 લાખની કિંમતની છે અને આધુનિક ટેકનોલોજી સજ્જ થયેલી છે અને જોડિયા તાલુકાના આસપાસના અને છેવાળા ગામને લાભદાયી થશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular