Friday, December 5, 2025
Homeરાજ્યહાલારખંભાળિયામાં જિલ્લાના રેલવેને લગતા પ્રશ્નો અંગે સાંસદ દ્વારા બેઠક

ખંભાળિયામાં જિલ્લાના રેલવેને લગતા પ્રશ્નો અંગે સાંસદ દ્વારા બેઠક

ખંભાળિયામાં જિલ્લા કલેકટર કચેરી ખાતે સાસંદ પૂનમબેન માડમે રેલવે અધિકારીઓ સાથે સ્થાનિક પડતર પ્રશ્નો સંદર્ભે બેઠક યોજી હતી. સાંસદએ કલેકટર રાજેશ તન્નાની ઉપસ્થિતિમાં નાગરિકોના રેલવે સાથે સંકળાયેલા પ્રશ્નો અને રજૂઆત સાંભળી હતી તેમજ રેલવે અને સંકળાયેલ અન્ય વિભાગોના અધિકારીઓ પાસેથી પ્રશ્નો અંગે વિસ્તૃત ચર્ચા કરીને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

- Advertisement -

રેલવેને લગતા પ્રશ્નોના ઉકેલ માટેની આ ખાસ બેઠકમાં સાંસદએ ગ્રામજનો તેમજ ખેડૂતોની રજુઆતો અનુસાર સકારાત્મક અભિગમ સાથે કાર્યવાહી કરવા અધિકારીઓને સૂચન કર્યા હતા. આ બેઠકમાં પ્રાંત અધિકારી કે.કે. કરમટા, જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન જીતેન્દ્રભાઈ કણઝારીયા, સદસ્ય સંજયભાઈ નકુમ તેમજ રેલવે વિભાગના અધિકારીઓ, વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular