ઉત્તરાખંડમાં ભૂસ્ખલનની ઘટનાઓ અવારનવાર આવતી હોય છે. ગઈકાલના રોજ ઋષિકેશ-ગંગોત્રી હાઈવે પર અચાનક એક પહાડ તુટ્યો અને તેનો કાટમાળ રસ્તા પર પડતા ત્યાંથી પસાર થઇ રહેલ બે સ્કુટર સવારો માંડ પોતાનો જીવ બચાવીને નીકળ્યા. આ ઘટનાનો વિડીઓ સામે આવ્યો છે.
આ ઘટના ઋષિકેશ-ગંગોત્રી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ચંબાથી 15 કિમી દૂર નાગણી પેટ્રોલ પંપ પાસે બની હતી. ડુંગર પરથી ભારે પથ્થરો પડવાના કારણે 12.30 વાગ્યે હાઇવે પણ બંધ કરવામાં આવ્યો હતો. જેના કારણે તેની બંને બાજુ વાહનોની લાંબી કતારો લાગી હતી. જડધાર ગામ તરફ જતો રસ્તો પણ ભારે પથ્થર પડવાના કારણે નાશ પામ્યો હતો.