ઉત્તર મધ્ય રેલવેના સગૌલી અને મઝોલીયા સ્ટેશન વચ્ચે નોન-ઇન્ટરલોકિંગ કામગીરીના લીધે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી પોરબંદર-મુઝફ્ફરપુર મોતીહારી એક્સપ્રેસ બે દિવસ ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે.
રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જેફના જણાવ્યા મુજબ, ટ્રેન નંબર 19269 પોરબંદર-મુઝફ્ફરપુર મોતિહારી એક્સપ્રેસ તા. 22.12.2022 અને તા. 23.12.2022ના રોજ તેના હાલના રૂટ નરકટિયાગંજ-બાપુધામ મોતિહારી-મુઝફ્ફરપુરને બદલે વાયા નરકટિયાગંજ-સિકતા-સીતામઢી-મુઝફ્ફરપુર થઈને દોડશે. તેવી જ રીતે ટ્રેન નંબર 19270 મુઝફ્ફરપુર-પોરબંદર મોતિહારી એક્સપ્રેસ તા. 25.12.2022 અને તા. 26.12.2022ના રોજ હાલના રૂટના મુઝફ્ફરપુર-બાપુધામ મોતિહારી-નરકટિયાગંજને બદલે વાયા મુઝફ્ફરપુર-સીતામઢી-સિકતા-નરકટિયાગંજ થઈને ડાયવર્ટ કરવામાં આવશે.
ઉપરોક્ત ટ્રેનો જ્યાં નહીં જાય તેમાં બેતિયા, સગૌલી જં, બાપુધામ મોતિહારી, ચકિયા અને મહેસી સ્ટેશનનો સમાવેશ થાય છે.