જામનગર તાલુકાના દરેડ ગામમાં રહેતી ગર્ભવતી યુવતીએ શસ્ત્રક્રિયા બાદ પુત્રને જન્મ આપ્યા પછી ઠંડી લાગતા તબિયત લથડતા સારવાર દરમ્યાન મોત નિપજયું હતું.
આ અંગેની વિગત મુજબ જામનગર તાલુકાના દરેડ ગામમાં રહેતાં દિવ્યાબેન કેતનભાઇ હરવરા(ઉ.વ.23) નામની ગર્ભવતી યુવતીને ખાનગી હોસ્પિટલમાં પ્રસૃતિ માટે દાખલ કરવામાં આવી હતી. જયાં શસ્ત્રક્રિયા બાદ પુત્રને જન્મ આપ્યો હતો અને ત્યાર પછી યુવતીને ઠંડી લાગતા તબિયત લથડતાં સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. આ અંગેની કેતનભાઇ દ્વારા જાણ કરાતાં હેકો.એસ.એસ.દાતણિયા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.