જામનગર જિલ્લાના અલિયા ગામે માતા-પુત્રી પર સાત શખ્સો દ્વારા હુમલો કર્યાની ફરિયાદ સામે આવી છે. એક મહિલાએ અલીયા ગામે મકાન લીધું હોય અને તેની સામે રહેતા પડોશીઓને ગમતું ન હોવાથી મહિલા સાથે ઝઘડો કરી તેના ડેલામાં પથ્થરના ઘા મારી ત્રણ મહીલા સહીત સાત શખ્સોએ માતા-પુત્રીને જાનથી મારી નાખવાની ધમકી આપી તેના ઘરમાં ઘુસી લોખંડના પાઈપ, કુહાડી વડે માર મારતા તમામ વિરુધ્ધ પંચકોશીએ ડીવીઝન પોલીસ દફતરમાં ફરીયાદ નોંધાવવામાં આવી છે.
જામનગર જિલ્લાના અલિયા ગામે નવાપરા વિસ્તારમાં દિવાળીબેન ગીગાભાઈ મકવાણા નામના મહિલાએ મકાન લીધું હોય અને તેની સામે રહેતા પડોશીઓને તે ન ગમતું હોવાથી આરોપી ખીમાભાઈના ભાણેજે તેના ડેલામાં પથ્થર મારતા મહિલાઅઈ પથ્થર ફેંકવાની ના પાડતા ખીમાભાઈએ તેણી સાથે ઝગડો કરી અપશબ્દો બોલી સંદીપભાઈ ખીમાભાઈ મકવાણા, કાથળભાઈ કમાભાઈ મકવાણા, કૈલાશભાઈ કાથળભાઈ મકવાણાએ ધારિયું, કુહાડી, લોખંડના પાઈપ જેવા હથિયારો વડે દિવાળીબેનના મકાનની દીવાલ કુદી ગેરકાયદેસર રીતે ઘરમાં ઘુસી મહિલાને મારમારી ઇજાઓ પહોચાડ્યા બાદ મણીબેન ખીમાભાઈ મકવાણા, ભૂમિબેન ખીમાભાઈ મકવાણા તથા પૂજાબેન સંદીપભાઈ મકવાણા નામની મહિલાઓએ દિવાળીબેન તથા તેની દીકરી જાહલને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા મહિલાએ તમામ સાત આરોપીઓ વિરુધ પંચકોશી એ ડીવીઝન પોલીસ દફતરમાં આઈપીસી કલમ 236, 324, 323, 452, 506(2), 294(ખ),114 તથા જીપીએક્ટ કલમ 135(1) મુજબ ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.