Tuesday, March 24, 2026
Homeરાજ્યજામનગર200થી વધુ યુવાનો અને વિદ્યાર્થીઓ કોંગ્રેસમાં જોડાયા

200થી વધુ યુવાનો અને વિદ્યાર્થીઓ કોંગ્રેસમાં જોડાયા

યુવક કોંગ્રેસ શહેર અને જિલ્લા ની કારોબારી તથા NSUI શહેર હોદ્દેદારો અને જામનગરની તમામ કોલેજ ની કારોબારી જાહેરાત

જામનગર શહેર યુવક કોંગ્રેસ અને જિલ્લાની કારોબારી તેમજ NSUI ના હોદેદારોની જાહેરાત કરવામાં આવી હતી. 200થી વધુ યુવાનો અને વિદ્યાર્થીઓ કોંગ્રેસમાં જોડાયા હતાં.

- Advertisement -

જામનગર શહેર અને જિલ્લા યુવક કોંગ્રેસ તથા NSUI ના શહેરના તથા અલગ અલગ કોલેજોના નવા હોદ્દેદારોની નિમણૂક તારીખ 23 માર્ચ શહીદ દિવસના દિવસે જામનગરના સર્કિટ હાઉસ ખાતે પૂર્વ સાંસદ પૂર્વ ધારાસભ્ય વિક્રમભાઈ માડમની અધ્યક્ષ સ્થાને જાહેર કરવામાં આવ્યા હતા. આ જાહેરાતમાં જામનગર શહેર યુવક કોંગ્રેસ ની ટોટલ 31 યુવાનો ની કારોબારી જાહેર કરવામાં આવી હતી. અને NSUI ની શહેરની 15 વિધાર્થીઓ ની કારોબારી તથા તમામ કોલેજોની બોડી જાહેર કરવામાં આવી હતી. અને આ જાહેરાત બાદ સર્કિટ હાઉસથી રેલી સ્વરૂપે હવાઈ ચોક ખાતે આવેલ શહીદ ભગતસિંહજી ની પ્રતિમાને ફુલહાર કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી..

આ કાર્યક્રમમાં પૂર્વ સાંસદ વિક્રમભાઈ માડમ, શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા, પૂર્વ વિપક્ષ નેતા ધવલભાઇ નંદા તથા આનંદભાઈ ગોહિલ, પ્રદેશ અગ્રણી સહારાબેન મકવાણા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -

આ કાર્યક્રમ નું આયોજન યુવક કોંગ્રેસ શહેર પ્રમુખ મહિપાલસિંહ જાડેજા, NSUI શહેર પ્રમુખ રવિરાજસિંહ ગોહિલ, શહેર કોંગ્રેસ ઉપપ્રમુખ ડો. તોસીફ ખાન પઠાણ તથા શક્તિસિંહ જેઠવા, યુવા કોંગ્રેસ જિલ્લા પ્રમુખ દેવરાજભાઈ ગોહિલ તથા વિધાનસભા પ્રમુખો જાવેદભાઈ ખફી અને દર્શનભાઈ રાઠોડ દ્વારા કરવા માં આવ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular